Gujarat
જામનગરથી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સેવા આપવા ગયેલા વધુ એક તબીબ કોરોના સંક્રમિત બન્યા
By GS Team
20 May 20201 min read
This article was originally published on 20 May 2020

જામનગર, તા. 20 મે 2020 બુધવાર
જામનગરની સરકારી જી જી હોસ્પિટલમાં સેવાઓ આપતા અને જામનગરની મેડીકલ કોલેજના સ્ટુડન્ટ્સ સહિતના 24 તબીબોની ટુકડી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સેવા આપીને જામનગર પરત ફર્યા પછી તમામને બે દિવસ પહેલા લાખાબાવળ નેચરોપેથી સેન્ટરમાં કોરોન્ટાઈન કરાયા છે.
જે પૈકી એક તબીબનો કોરોના વાઈરસનો પોઝીટીવ રીપોર્ટ આવ્યા હોવાથી ગઈ કાલે રાત્રે તેઓને જામનગરની જી.જી.હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. જ્યારે બાકીના તબીબો ના રિપોર્ટ નેગેટિવ આવતાં તમામને લાખાબાવળ રાખવામાં આવ્યા છે.
જી.જી.હોસ્પિટલની તબીબોની પ્રથમ બેચની ટુકડીઓ પૈકી સંક્રમિત બનેલા ચાર પૈકી ત્રણ તબીબો સાજા થઈ ગયા હતા અને ફરજ માં જોડાઈ ગયા છે જ્યારે એક તબીબનો ફરીથી રિપોર્ટ કરવામાં આવ્યો હતો અને જેની તબિયત પણ સારી થઈ જતા તેઓ પણ ફરજ માં જોડાઈ ગયા છે.




