જામનગરના બેડેશ્વર વિસ્તારમાં પાડોશીઓના ઝઘડામાં એક યુવાનની હત્યાનો પ્રયાસ
જામનગર , તા. 17 એપ્રિલ 2020 શુક્રવાર
જામનગર મા બેડેશ્વર નજીક ધરાનગર 1માં ગઈ કાલે બે પાડોશીઓ વચ્ચે તકરાર થઈ હતી અને એક યુવાન પર ધોકા અને લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરાયો હતો. આ ઉપરાંત અન્ય ત્રણ વ્યક્તિને પણ નાની-મોટી ઇજા થઇ છે. પોલીસે હત્યાના પ્રયાસ અંગે છ પાડોશી શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં બેડેશ્વર નજીક ધરારનગર -1 મા રહેતી રોશન બેન સલીમભાઈ નામની વાઘેર મહિલાએ પોતાના જમાઈ અબુ બકર શિરાઝભાઈ ઉપર લોખંડના પાઈપ- ધોકા વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવા અંગે તેમજ પોતાના ઉપર અને પોતાના બે પુત્રો ઉપર પણ હુમલો કરવા અંગે પાડોશમાં રહેતા નુરમામદ ઓસમાણ, શકીલ ઓસમણ,કાદર છેર, સુલતાન સલીમ સમેજા, મહમદ સમેજા અને અકુ મામદ ના જમાઈ સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદી રોશનબેન અને તેના બે પુત્રો અને સામાન્ય ઇજા થઇ હતી પરંતુ કચ્છથી આવેલા તેના જમાઈ આબુ બકર સિરાજ ભાઈ ને (ઉ.વ.35) ને માથાના ભાગે તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ થઇ હોવાથી સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અને તેના ઉપર શસ્ત્રક્રિયા ચાલી રહી છે. આ બનાવ અંગે પોલીસને જાણ થતા સીટી બી ડિવિઝન નો પોલીસ કાફલો ઘટનાસ્થળે તેમ જ જી જી હોસ્પિટલે દોડી ગયો હતો. અને વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદી ના ઘર પાસે મકાનના બાંધકામ નો સામાન પડ્યો હતો. જેની લાદી તૂટી જવાના પ્રશ્ને બોલાચાલી થયા પછી પાડોશીઓએ લોખંડના પાઇપ- બેટ અને ધોકા વડે એકાએક હુમલો કરી દીધો હતો. આરોપીઓ ભાગી છૂટયા હોવાની પોલીસ તમામને શોધી રહી છે.