જામનગર શહેરમાં આવેલ તમામ ખુલ્લા પ્લોટઘારકોએ મહાનગરપાલિકાનો મિલ્કત વેરો ભરપાઇ કરવા તાકીદ
જામનગર,તા.13 ડિસેમ્બર 2022,મંગળવાર
જામનગર મહાનગરપાલિકા ની મિલ્કત વેરા શાખા ઘ્વારા નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ના વાર્ષિક મિલ્કત વેરા અને વોટરચાર્જના બીલોની બજવણીની કામગીરી ચાલુ હોય, મહાનગરપાલિકા શહેર હદ વિસ્તારમાં સમાવિષ્ટ તમામ મિલ્કતો પૈકી જે કોઇ મિલ્કતો ઓ૫ન - ખુલ્લા પ્લોટ તરીકે નોંઘાયેલા હોય તેવી મિલ્કતોના તમામ મિલ્કતઘારકોએ તેઓની આવી મિલ્કતનો બાકી રોકાતો મિલ્કત વેરો મહાનગરપાલિકાની મિલ્કત વેરા શાખામાં રૂબરૂ સં૫ર્ક કરી પોતાનુ મિલ્કત વેરાનું બીલ મેળવી બાકી રહેતો મિલ્કત વેરો સત્વરે ભરપાઇ કરવા જાણ કરાઈ છે.
જે કોઇ મિલ્કતઘારકને સને ૨૦૨૨-૨૩નું વાર્ષિક મિલ્કત વેરા - વોટરચાર્જનું બીલ મળેલું ન હોય અથવા બીલ મિસપ્લેસ થયેલૂ હોય તો તેવા મિલ્કતઘારકોએ પોતાની મિલ્કતના અગાઉના જુના વેરા બીલ અથવા ૫હોંચના આઘારે અથવા મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com ૫રથી ૫ણ બીલ ડાઉનલોડ કરી પોતાનો મિલ્કત વેરો ભરપાઇ કરવા અનુરોઘ કરાયો છે.