Get The App

જામનગરમાં અખિલ ભારતીય સફાઈ મજદૂર કોંગ્રેસ યુનિયન અને પાવર લાઈન કંપનીના સફાઈ કામદારોના ધરણાં

Updated: Jan 29th, 2024

GS TEAM

Google News
Google News
જામનગરમાં અખિલ ભારતીય સફાઈ મજદૂર કોંગ્રેસ યુનિયન અને પાવર લાઈન કંપનીના સફાઈ કામદારોના ધરણાં 1 - image

જામનગર,તા.29 જાન્યુઆરી 2024,સોમવાર 

જામનગર મહાનગરપાલિકા હસ્તક પાવર લાઈન કંપનીના સફાઈ કામદાર કે જેઓના પ્રશ્નોનો ઉકેલ નથી આવ્યો, તેવા ડોર ટુ ડોર ગારબેજ કલેક્શન સહિતના સફાઈ કામદારો દ્વારા આજે અખીલ ભારતીય સફાઈ મજદૂર કોંગ્રેસ યુનિયનના નેજા હેઠળ પોતાના પ્રશ્નોને વાચા આપવા માતે લાલ બંગલા સર્કલમાં ધરણા કરવામાં આવ્યા હતા.

 જામનગર મહાનગરપાલિકાના તાબા હેઠળ ચાલતી પાવર લાઈન કંપનીમાં ફરજ બજાવતા ગારબેજ કલેક્શનના સફાઈ કામદારો કે જેના પ્રાણ પ્રશ્નોનો અનેક વખતની રજુઆત બાદ પણ ઉકેલ આવ્યો નથી. તેવા અંદાજે 140 જેટલા કામદારો ત્રીજી જાન્યુઆરીથી તેઓની ફરજથી અળગા રહીને ગાંધી ચીંધ્યા માર્ગે ન્યાયિક અપેક્ષા થી હડતાલ ઉપર છે. જે કામદારો માટેનું કંપની દ્વારા કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું ન હોવાથી પોતાની માંગણીઓના સંદર્ભમાં આજે તમામ સફાઈ કામદારો દ્વારા અખિલ ભારતીય સફાઈ મજદૂર કોંગ્રેસના નેજા હેઠળ લાલ બંગલા સર્કલમાં ઘરણાં યોજવામાં આવ્યા છે.

 જો પોતાની માંગણીનો ઉકેલ નહીં આવે તો કંપનીના ભાડૂતી કામદારોની કામગીરી પણ અટકાવી ગારબેજ કલેક્શનની કામગીરી ગાંધી ચીંધ્યા માર્ગે બંધ કરાવવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Tags :