Get The App

જામનગરમાં રવિ પાર્ક વિસ્તારમાં રહેતા એક દારૂના ધંધાર્થીના રહેણાંક મકાન પર દારૂ અંગે દરોડો

Updated: Mar 23rd, 2022

GS TEAM

Google News
Google News
જામનગરમાં રવિ પાર્ક વિસ્તારમાં રહેતા એક દારૂના ધંધાર્થીના રહેણાંક મકાન પર દારૂ અંગે દરોડો 1 - image

- મકાનમાંથી 15 નંગ ઈંગ્લીશ દારૂની બાટલીનો જથ્થો પકડાયો: આરોપી ભાગી છૂટયો હોવાથી તેને ફરારી જાહેર કરાયો

જામનગર,તા.23 માર્ચ 2022,બુધવાર

જામનગરમાં ગુલાબનગર નજીક રવિ પાર્ક વિસ્તારમાં રહેતા એક દારૂના ધંધાર્થી દ્વારા પોતાના મકાનમાં દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો હોવાની બાતમીના આધારે સીટી બી. ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો, અને મકાનમાંથી 15 નંગ ઈંગ્લીશ દારૂની બાટલી નો જથ્થો કબજે કરી લીધો છે. આ દરોડા સમયે આરોપી ભાગી છૂટયો હોવાથી પોલીસે તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

આ દરોડાની વિગત એવી છે કે જામનગરમાં ગુલાબ નગર નજીક રવિ પાર્ક વિસ્તારમાં રહેતા અફઝલ ઉર્ફે ઊંચો સલીમભાઈ જોખિયા નામના શખ્સના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો ઉતાર્યો છે, તેવી માહિતી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફને મળી હતી. જેથી પોલીસે ગઈકાલે રાત્રે ઉપરોક્ત રહેણાંક મકાન પર દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન રહેણાંક મકાનમાંથી 15 નંગ ઈંગ્લીશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે રૂપિયા સાડા સાત હજારની કિંમતનો ઇંગ્લિશ દારૂ કબજે કરી લીધો છે.

આ દરોડા સમયે મકાન માલિક અફઝલ જોખીયા ભાગી છૂટયો હોવાથી પોલીસે તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.