Get The App

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં એક દારૂના ધંધાર્થીના રહેણાક મકાન પર દારૂ અંગે દરોડો

Updated: Jan 26th, 2022

GS TEAM

Google News
Google News
જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં એક દારૂના ધંધાર્થીના રહેણાક મકાન પર દારૂ અંગે દરોડો 1 - image

- મકાનની અંદર બનાવાયેલા ભોંયતળિયામાં છુપાયેલો 81 નંગ ઈંગ્લીશ દારૂની બાટલીનો જથ્થો કબજે કરાયો

જામનગર, તા.26

જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 49માં રહેતા એક દારૂના ધંધાર્થીએ પોતાના રહેણાંક મકાનમાં દારૂ નો જથ્થો ઉતાર્યો હોવાની બાતમીના આધારે સીટી એ ડીવીઝન પોલીસે દરોડો પાડી ભોંયતળિયામાં સંતાડેલો 81નંગ ઇંગ્લિશ દારૂ બાટલી નો જથ્થો કબજે કરી લીધો છે, જ્યારે દારૂનો ધંધાર્થી ભાગી છૂટયો હોવાથી તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં એક દારૂના ધંધાર્થીના રહેણાક મકાન પર દારૂ અંગે દરોડો 2 - image

આ ઘટનાની વિગત એવી છે કે જામનગરના દિગ્વિજય પ્લોટ શેરી નંબર 49માં રહેતા કલ્પેશ ઉર્ફે ભીખુ માત્રે પરસોત્તમભાઈ ગોરી નામના શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો ઉતર્યો છે, તેવી ચોક્કસ બાતમી મળી જતાં સીટી એ ડિવિઝન પોલીસે ગઈ રાત્રે દરોડો પાડ્યો હતો. જે દરોડા દરમિયાન આરોપી ભાગી છૂટ્યો હતો. જેથી પોલીસે તેના ઘરની તલાશી લીધી હતી, જે દરમિયાન તેના રહેણાંક મકાનમાં એક છુપું ચોરખાનું બનાવેલું હતું. મકાનમાં ખાડો કરી ની અંદર ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાનું પોલીસને ધ્યાનમાં આવી ગયું હતું.

જે ભોંયતળિયામાં ઉતરીને અંદરથી 81 નંગ ઈંગ્લીશ દારૂની બાટલી નો જથ્થો કબજે કરી લીધો હતો. જે મામલે સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં દારૂબંધી અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં આરોપી કલ્પેશ ઉર્ફે ભીખુ માત્રે ફરારી જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.