Get The App

જામનગર જિલ્લામાં દારૂનું દૂષણઃ ત્રણ જગ્યાએથી ઇંગ્લિશ દારૂ ઝડપાયો, ચાર પકડાયા

Updated: Jan 12th, 2021

GS TEAM


Google News
Google News
જામનગર જિલ્લામાં દારૂનું દૂષણઃ ત્રણ જગ્યાએથી ઇંગ્લિશ દારૂ ઝડપાયો, ચાર પકડાયા 1 - image


જામનગર, તા. 12 જાન્યુઆરી 2021, મંગળવાર

જામનગર શહેરમાં બે સ્થળે તેમજ કાલાવડમાં એક સ્થળે પોલીસે દારુ અંગે દરોડા પાડયા છે, અને ચાર આરોપીઓની ધરપકડ કરી છે. ઉપરાંત અન્ય બે શખ્સોને ફરારી જાહેર કરાયા છે.

જામનગરમાં એરફોર્સ રોડ પર મહાકાળી સર્કલ પાસેથી સ્કૂટરમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો લઇને નીકળેલા નારણ અરશીભાઈ માતંગ અને કપિલ ખેરાજભાઈ વણકરને પોલીસે પકડી પાડયા છે, અને તેઓ પાસેથી સ્કૂટર તથા ઇંગ્લિશ દારૂ કબજે કર્યો છે.

આ ઉપરાંત જામનગરમાં બીજો દરોડો શંકર ટેકરી સિદ્ધાર્થ કોલોની શેરી નંબર-2માં પાડવામાં આવ્યો હતો જ્યાં રહેતા જીતેન્દ્ર દેવજીભાઈ પરમાર નામના શખ્સના રહેણાંક મકાનમાંથી ચાર નંગ ઈંગ્લીશ દારૂની બાટલીનો જથ્થો પોલીસે કબ્જો કર્યો છે, અને આરોપીની અટકાયત કરી છે. જેને દારૂનો જથ્થો સપ્લાય કરનાર દિવ્યેશ ગિરધરભાઈ રાઠોડ ને પોલીસે ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

આ ઉપરાંત ઇંગ્લિશ દારૂ અંગેનો ત્રીજો દરોડો કાલાવડ તાલુકાના મોટી માટલી ગામ પાસે પાડયો હતો. જ્યાંથી સ્કૂટર પર ઇંગ્લિશ દારૂની 6 નંગ બાટલીના જથ્થા સાથે નીકળેલા દશમ ઇન્દ્રસિંહ મહેડા નામના પરપ્રાંતિય શખ્સને પકડી પાડયો છે, અને તેની પાસેથી દારૂ અને સ્કૂટર કબજે કર્યા છે.

Tags :