Get The App

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં આજથી અજમાની આવકનો પ્રારંભ, 4,001નો ભાવ બોલાયો

Updated: Nov 30th, 2020

GS TEAM

Google News
Google News
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં આજથી અજમાની આવકનો પ્રારંભ, 4,001નો ભાવ બોલાયો 1 - image


- સમગ્ર રાજ્યમાં અજમાનો ભાવ જામનગરના હાપા યાર્ડમાંથી નક્કી થાય છે
- મગફળી સાથે વધુ ત્રણસો વાહનોમાં ત્રીસ હજાર ગુણીની આજે નવી આવક થઈ

જામનગર, તા. 30 નવેમ્બર 2020, સોમવાર 

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં આજથી અજમાની આવક શરૂ થઇ છે, અને મગફળી પછી અજમાનો પણ સૌથી વધુ 4,001નો ભાવ બોલાયો છે. અને સમગ્ર રાજ્યમાં તે અજમાનો ભાવ જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડથી નક્કી થાય છે. જેનો આજે પ્રારંભ થયો છે. તે જ રીતે આજે સાંજે ૫થી 9 વાગ્યા સુધી મગફળીનો જથ્થો લઈને આવવા માટે ખેડૂતોને બોલાવાયા હતા. જે પૈકી વધુ ત્રણસો વાહનોમાં 30 હજારથી વધુ મગફળી ની આવક થઈ છે. જેની મંગળવારે સવારથી હરાજીની પ્રક્રિયા થશે.

 જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં આજથી અજમાની આવક થઈ હતી અને પ્રથમ દિવસે 14 ગુણી ગુણી અજમો આવ્યો હતો. જેમાં 20 કિલોના ભાવ 3,001થી 4,001 સુધીનો રહ્યો હતો. જે પણ એક સમગ્ર રાજ્યમાં રેકોર્ડ બ્રેક ભાવ છે. અને સમગ્ર રાજ્યમાં અજમાના ભાવની હરાજી માટે નો જામનગર થી જ પ્રારંભ થાય છે. અને તેના આધારે સમગ્ર રાજ્યમાં અજમા ના હરાજી થાય છે. અજમા ની સિઝન જાન્યુઆરી માં રહે છે.

આ ઉપરાંત કપાસની પ્રતિદિન બે હજાર ભારી આવે છે, અને 1,180 સુધીના ભાવમાં પ્રતિ દિન હરાજીની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવે છે.

ગયા સપ્તાહે મગફળીની ૩૦ હજારથી વધુ ગુણીની આવક થઇ હોવાથી નવી આવક બંધ કરવામાં આવી હતી. જેની હરાજીની પ્રક્રિયા સોમવારે સાંજ સુધીમાં પૂર્ણ કરી લીધી હતી, અને નવી મગફળીનો જથ્થો લઇ આવવા માટે સોમવારે સાંજે પાંચ વાગ્યાથી નવ વાગ્યા સુધીનો ખેડૂતોને સમય અપાયો હતો.

જે સમયગાળા દરમિયાન 300 જેટલા વાહનોમાં ત્રીસ હજારથી વધુ મગફળી નો જથ્થો સોમવારે રાત્રિના હાપા માર્કેટિંગ યાર્ડમાં આવી ગયો છે, અને નવા ખેડૂતોને આવવા માટે રોક લગાવવામાં આવી છે. જે 30 હજાર ગુણી મગફળીનો મંગળવાર સવારથી હરાજી પ્રક્રિયાનો પ્રારંભ કરાશે.

Tags :