જામનગર થી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઇટનો સમય બદલાયો
- આગામી સોમવારથી સવારે મુંબઈ થી 10.10 વાગ્યે ઉપડશે
- જ્યારે જામનગરથી 12.30 વાગ્યે ઉડાન ભરી મુંબઈ પહોંચશે
જામનગર, તા. 24 ડિસેમ્બર 2020, ગુરુવાર
એર ઇન્ડિયા દ્વારા તાજેતરમાં જ જામનગર થી મુંબઈ અને મુંબઈથી જામનગરની ફલાઈટના સમયમાં ફેરફાર કરીને સવારનો સમય કરાયો હતો, જે સમયમાં ફરીથી ફેરબદલ કરવામાં આવ્યો છે. અને આગામી 28 તારીખ થી ફ્લાઈટનો સમય બદલાયો છે, અને સવારે 10 વાગ્યાથી મુંબઈથી ઉપડીને જામનગર આવશે, ત્યાર પછી બપોરે 12.30 વાગ્યે જામનગર થી પરત ફરશે.
કોરોનાની મહામારીને લઈને એર ઇન્ડિયા દ્વારા જામનગર થી મુંબઈ ની હવાઈ સેવા માં ફેરફાર કરાયો હતો, અને મુંબઈ થી સવારે 7.00 ઉડાન ભરીને 8.30 કલાકે જામનગર આવી પહોંચતું હતું. જ્યારે જામનગર થી 9.00 વાગ્યે મુંબઈ જવા માટે રવાના થતું હતું. જે સમયમાં ફેરફાર કરાયો છે.
આગામી સોમવારે 28મી ડિસેમ્બર થી મુંબઈ થી સવારે 10 વાગ્યાને 10 મીનીટે ફ્લાઇટ ઉડાન ભરીને જામનગર 11.30 કલાકે આવી પહોંચશે, ત્યાર પછી જામનગરના એરપોર્ટ પરથી 12.30 કલાકે ફરીથી ઉડાન ભરીને બપોરે 1.40 મિનિટે મુંબઈ પહોંચશે.