FOLLOW US

જામનગર શહેરમાં દોઢ મહિનાના વિરામ પછી આજે કોરોનાનો ફરી એક કેસ નોંધાયો

Updated: Mar 19th, 2023


નવાગામ ઘેડ વિસ્તારના 42 વર્ષના યુવાનનો કોરોના પોઝિટિવ રિપોર્ટ મળતાં તેને હોમ આઇશોલેશનમાં રખાયો 

જામનગર, તા. 19 માર્ચ 2023 રવિવાર

જામનગરમાં કોરોના ની ફરીથી એન્ટ્રી થઇ છે, અને નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા ૪૨ વર્ષ એક યુવાનનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જેને તાવ ના લક્ષણો જણાયા હોવાથી નવાગામ ઘેડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયો હતો, ત્યાં તેનું સેમ્પલ લેવાયું હતું, અને તેનો રિપોર્ટ પોઝિટિવ મળ્યો છે.

હાલ તેની તબિયત સુધારા ઉપર હોવાથી તેને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. જ્યારે જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા નવાગામ ઘેડ વિસ્તારમાં આરોગ્ય વિષયક કામગીરી હાથ ધરી છે, અને કોરોના પોઝિટિવ દર્દીના પરિવારના સભ્યો તેમ જ આસપાસના રહેવાસીઓ સહિત ૩૦ વ્યક્તિના સેમ્પલો લેવાયા છે. જોકે બાકીના તમામ સેમ્પલોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે જેથી તંત્ર એ હાશકારો અનુભવ્યો છે.

Gujarat
Magazines