અમદાવાદના મહિલા પોલીસ સ્ટેશનનો ફરાર આરોપી જામનગર પંથકમાંથી પૅરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમના હાથે ઝડપાયો
જામનગર,તા.25 માર્ચ 2023,શનિવાર
જામનગર તાલુકાના પસાયા બેરાજા ગામમાં રહેતા એક શખ્સ સામે અમદાવાદ મહિલા પોલીસ મથકમાં દુષ્કર્મ અંગે ગુનો નોંધાયો હતો, જે કેસમાં નાસતા ફરતા આરોપીને જામનગરની પેરોલ ફર્લો સ્કોવોર્ડની ટીમેં ઝડપી લીધો છે, અને અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશનમાં સુપ્રત કર્યો છે.
જામનગર તાલુકાના પસાયા બેરાજા ગામમાં રહેતા રાજુભાઈ વલ્લભભાઈ કુંનડીયા નામના શખ્સ સામે અમદાવાદના મહિલા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને પોકસો એક્ટ હેઠળનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
ઉપરોક્ત આરોપી નાસતોફરતો રહ્યો છે, અને જામનગર જિલ્લામાં ઘૂસ્યો છે. તેવી માહિતીને આધારે પસાયા બેરાજા ગામમાં વોચ ગોઠવી હતી.
જે દરમિયાન આરોપી રાજુભાઈ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો, તેનો કબજો સંભાળી અમદાવાદના મહિલા પોલીસમાં સુપ્રત કરી દીધો છે.