Get The App

તામિલનાડુમાં ધર્મ પરિવર્તનના દબાણને લઈને વિદ્યાર્થીના આપઘાતના પગલે જામનગરમાં એ.બી.વી.પી.નું વિરોધ પ્રદર્શન

Updated: Jan 25th, 2022

GS TEAM

Google News
Google News
તામિલનાડુમાં ધર્મ પરિવર્તનના દબાણને લઈને વિદ્યાર્થીના આપઘાતના પગલે જામનગરમાં એ.બી.વી.પી.નું વિરોધ પ્રદર્શન 1 - image

જામનગર, તા. 25

તામિલનાડુમાં એક વિદ્યાર્થી ના ધર્મ પરિવર્તનના મામલે વિદ્યાર્થીએ આપઘાતનું પગલું ભરી લેવાના મામલે જામનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું, અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું છે.

તામિલનાડુના થનજાવુર ગામની સેક્રેડ હાર્ટ હાયર સેકન્ડરી સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ 12 ના વિદ્યાર્થી એમ.લાવણ્યા કે જેને શાળાના સંચાલકો દ્વારા ધર્મપરિવર્તન કરવા માટે માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, જેના પગલે વિદ્યાર્થીએ આત્મહત્યાનું પગલું ભરી લીધું હતું. જેને લઇને જામનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું.

આ સમગ્ર મામલાના દોષીતો વિરુદ્ધ કડક પગલાં ભરવામાં આવે, તેવી માંગણી સાથે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ એ જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવ્યું છે, અને તામિલનાડુના રાજ્યપાલને પહોંચાડવા વિનંતી કરાઇ છે.