Get The App

જામનગરમાં આમ આદમી પાર્ટીમાં ગાબડું પડ્યું : ગત વિધાનસભા ચૂંટણીના ઉમેદવારે કેસરિયો ધારણ કર્યો

Updated: Nov 22nd, 2023

GS TEAM


Google News
Google News
જામનગરમાં આમ આદમી પાર્ટીમાં ગાબડું પડ્યું : ગત વિધાનસભા  ચૂંટણીના ઉમેદવારે કેસરિયો ધારણ કર્યો 1 - image


- 79-વિધાનસભા વિસ્તારમાં આપ પાર્ટીમાંથી ચૂંટણી લડનારા ઉમેદવારે કેસરિયો ખેસ ધારણ કર્યો

જામનગર,તા.22 નવેમ્બર 2023,બુધવાર

જામનગર શહેરમાં આમ આદમી પાર્ટીમાં વધુ એક વખત ભંગાણ સર્જાયું છે, અને ગત 79-વિધાનસભા વિસ્તારની બેઠક પરથી ચૂંટણી લડનારા આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિશાલ ત્યાગીએ આપ પાર્ટીને રામરામ કરી દીધા છે, અને કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે.

 જામનગર શહેરમાં ગઈકાલે ભારતીય જનતા પાર્ટીની બંને વિધાનસભા બેઠકનું સંયુક્ત સ્નેહ મિલન યોજાયું હતું, જેમાં આપ પાર્ટીના વિશાલ ત્યાગીએ વિધિવત ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરી લીધો હતો, અને જામનગરની બન્ને બેઠક વિસ્તારના ભાજપના કાર્યકરોનું સ્નેહમિલન યોજાયું હતું, જેમાં હાજર રહેલા સાંસદ પૂનમબેન માડમ અને ધારાસભ્ય દિવ્યેશ અકબરી વગેરેએ ખેસ પહેરાવીને વિશાલ ત્યાગીનું ભાજપમાં સ્વાગત કર્યું હતું, જેને ભાજપના અન્ય હોદ્દેદારોએ પણ આવકાર આપ્યો હતો.

Tags :