Get The App

જામનગર નજીક ઠેબા ચોકડી પાસે પાણીના ખાડામાં નાહવા પડેલા એક યુવાનનું ડૂબી જવાથી કરુણ મૃત્યુ

Updated: Sep 9th, 2023

GS TEAM


Google News
Google News
જામનગર નજીક ઠેબા ચોકડી પાસે પાણીના ખાડામાં નાહવા પડેલા એક યુવાનનું ડૂબી જવાથી કરુણ મૃત્યુ 1 - image


જામનગર, તા. 9 સપ્ટેમ્બર 2023 શનિવાર

જામનગર નજીક ધુવાવ પાસે આવેલા એક પાણીના ખાડામાં નાહવા માટે પડેલા એક યુવાનનું ડૂબી જવાના કારણે મૃત્યુ નીપજ્યું છે.ફાયર બ્રિગેડે મૃતદેહ ને બહાર કાઢયો હતો. 

આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક ઠેબા ચોકડી પાસે આવેલા એક પાણીના ખાડામાં આજે સવારે ૧૧.૩૦ વાગ્યાના અરસામાં રવિભાઈ વાલાભાઈ માટીયા નામનો ૨૩ વર્ષનો યુવાન કે જે પાણીના ખાડામાં નાહવા માટે પડ્યો હતો, અને ડૂબી ગયો હતો. જે અંગેની જાણકારી મળતાં ફાયર શાખા ના બ્રિજરાજસિંહ ચુડાસમા, બ્રિજરાજસિંહ જાડેજા, અને કિશોરભાઈ ગાગીયા ઘટના સ્થળે પહોંચી ગયા હતા, અને ડૂબી ગયેલા યુવાનને બહાર કાઢી ૧૦૮ ની ટીમને સુપરત કર્યો હતો. ૧૦૮ ની ટુકડીએ તેને જીજી હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો, પરંતુ ત્યાં તેનો મૃતદેહ જ પહોંચ્યો હતો, અને તબીબે તેનું મૃત્યુ હોવાનું જાહેર કર્યું હતું. મૃતકના પરિવારજનો પણ દોડી આવ્યા હતા, અને પરિવારમાં ભારે શોકનું હજુ ફરી વળ્યું છે.

Tags :