જામનગરમાં શંકરટેકરી વિસ્તારમાં રહેતી એક મહિલાનું કિડનીની બિમારીમાં સપડાયા પછી અપમૃત્યુ
જામનગર તા.23
જામનગરમાં શંકરટેકરી વલ્લભનગર વિસ્તારમાં રહેતી એક મહિલાને કિડનીની બીમારી થયા પછી એકાએક બેશુદ્ધ બની જતાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં શંકરટેકરી વલ્લભનગર વિસ્તારમાં રહેતી વિજયાબેન તુલસીભાઈ સોલંકી નામની 35 વર્ષની પરિણીત મહિલાને છેલ્લા કેટલાક સમયથી કિડનીની બીમારી હતી. જેના કારણે ગઈ કાલે પોતાના ઘેર એકાએક બેશુદ્ધ થઇ જતાં તેને સારવાર માટે જી.જી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે તેણીનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કરાયું હતું.
આ બનાવ અંગે મૃતકના પતિ તુલસીભાઈ નાનજીભાઈ સોલંકી એ પોલીસને જાણ કરતાં સીટી-સી ડિવિઝન પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.