Get The App

જામનગરમાં પાણીના ડબલાની ચોરી કરનાર તસ્કરનો વિડીયો થયો વાયરલ

Updated: Aug 10th, 2024

GS TEAM

Google News
Google News
જામનગરમાં પાણીના ડબલાની ચોરી કરનાર તસ્કરનો વિડીયો થયો વાયરલ 1 - image


Jamnagar Theft Case Viral : જામનગર શહેરમાં તસ્કરો બેખોફ બન્યા છે. અને નાની મોટી કોઈ પણ વસ્તુની ચોરી કરવા લાગ્યા છે. જેમાં તાજેતરમાં એકમાત્ર પાણીનું ડબલું ચોરી જતો તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થયો છે.

જામનગરની એક સોસાયટીમાં રાત્રિના સમયે કોઈ લોકોની અવરજવર ન હતી તેના મોકો ગોતીને એક તસ્કર એક મકાનના ફળિયામાં પડેલી પાણીની ડોલ (કલરનું મોટું ડબલું) કે જે ચોરવાની પણ પરવી કરી હતી. લોખંડનો 6 ફૂટ મોટો ગેઇટ કૂદીને તસ્કર ફળિયામાં પ્રવેશ્યો હતો. ત્યારબાદ પાણીના ઉપયોગમાં લેવાય તે ડબલું કે જે ખાલી પડેલું હતું તેને ઉચકીને સૌ પ્રથમ ગેઇટના પીલર પર મૂક્યું હતું. ત્યારબાદ પોતે ફરીથી ગેઇટમાંથી બહાર કૂદીને પાણીનો ડબલૂ ઉઠાવીને લાપતા બન્યો હતો. મકાન માલિકનું પરિવાર રાત્રીના સૂતો હતો. પરંતુ બીજે દિવસે સીસિટીવી કેમેરા ચેક કરતાં ઉપરોક્ત ચોરીની ઘટના સામે આવી હતી. જો કે માત્ર સામાન્ય વસ્તુ ચોરાઈ હોવાથી આ બાબતે પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી, પરંતુ આ વિડીયો સમગ્ર શહેરમાં વાયરલ થયો છે.

Tags :