Gujarat
જામનગર શહેરમાં પરશુરામ જયંતીની ખૂબ જ સાદગીથી ઉજવણી
By GS Team
25 Apr 20201 min read
This article was originally published on 25 Apr 2020

જામનગર, તા. 25 એપ્રીલ 2020, શનિવાર
જામનગર શહેર અને જિલ્લામાં આજે ભગવાન પરશુરામ જયંતીની ખૂબ જ સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા પ્રતિવર્ષ યોજાતા શોભાયાત્રા સહિતના જાહેર કાર્યક્રમો મુલત્વી રાખવામાં આવ્યા છે. અને પરશુરામ ભક્તો દ્વારા પોતાના ઘરમાં જ રહીને સાદગીથી પરશુરામ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે.
જામનગર શહેરમાં કેટલાક અગ્રણીઓ દ્વારા પોતાના ઘરમાં જ ભગવાન પરશુરામ ભગવાન ની પ્રતિમા અથવા તસ્વીર સમક્ષ ફૂલહાર કરીને સાદાઈથી ઉજવણી કરી લીધી છે. અનેસંપૂર્ણપણે સોશિયલ ડિસ્ટન્સ જળવાયેલું રહે ને લોક ડાઉનલોડ દરમિયાન લોકોએ પોતાના ઘરમાં જ રહીને પૂજા વિધિ સંપન્ન કરી છે.




