જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં પીજીવીસીએલની નવી કચેરીનો પ્રારંભ કરાયો
જામનગર,તા.03 મે 2023,બુધવાર
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા સ્થાનિક વિસ્તારને આવરી લેવા માટેની નવી પેટા વિભાગીય કચેરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ ૧લી મેથી આ કચેરી શરૂ કરી દેવામાં આવી છે, અને આસપાસના વિસ્તારના વીજ ગ્રાહકો માટેની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
ગોકુલનગર પેટા વિભાગીય પીજીવીસીએલની કચેરી હેઠળના ગોકુલ નગર, માધવબાગ, બાલમુકુંદ સોસાયટી, રડાર રોડ વગેરે વિસ્તાર તેમજ જામનગર તાલુકાના કનસુમરા, લાખાબાવળ વગેરે ગામોનો સમાવેશ થાય છે. જે વિસ્તારના ગ્રાહકો એ ઉપરોક્ત પીજીવીસીએલની પેટા વિભાગની કચેરીનો સંપર્ક સાધવાનો રહેશે.