Get The App

જામનગરના બેડી ગેઈટ વિસ્તારમાં દારૂ પીને દંગલ કરતો નેપાળી શખ્સ ઝડપાયો

Updated: Nov 6th, 2023

GS TEAM


Google News
Google News

- જાગૃત નાગરિકે કંટ્રાલ રૂમમાં ફોન કરતાં સીટી બી. ડીવીઝન પોલીસે અટકાયત કરી

જામનગરના બેડી ગેઈટ વિસ્તારમાં દારૂ પીને દંગલ કરતો નેપાળી શખ્સ ઝડપાયો 1 - image

જામનગર,તા.06 નવેમ્બર 2023,સોમવાર

જામનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી જાહેરમાં છાકટા વેડા કરતા દારૂડિયાઓએ દારૂબંધીની પોલ ખોલી છે. ત્યારે બેફામ પણે બેરોકટોક દારૂ પીવાતો હોવાનું સાબિત કરે છે. પોલીસની ઢીલી નીતિના કારણે વકરી રહેલા દારૂના દુષણથી અનેક પરિવારો તૂટી રહ્યા છે. ત્યારે જામનગરના હાર્દ સમા બેડી ગેઈટ વિસ્તારમાં ગત તા.04-11-2023ના રોજ એક શખ્સ દારૂ પીને દંગલ કરતો હોવાની જાગૃત નાગરિકે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતાં સીટી બી. ડીવીઝન પોલીસે જાહેરમાં દંગલ કરતાં નેપાળી ચોકીદાર પુરન હકીમત બાઠાની ધરપકડ કરી હતી. અને તેની વિરૂધ્ધ પ્રોહિબિશન એકટની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :