Updated: Mar 19th, 2023
જામનગર, તા. 18 માર્ચ 2023 રવિવાર
જામનગર નજીક ના મોરકંડા ગામ ના માર્ગે દારૂ ભરેલી મોટરકાર પસાર થનાર હોવાની બાતમી ના આધારે પોલીસ દ્વારા વોચ ગોઠવાઈ હતી. દરમિયાન પોલીસે એક મોટર કાર નો પીછો કરતા તેનો ચાલક મોટર કાર છોડી ને નાસી ગયો હતો. એ કાર ની તલાસી લેવામાં આવતા તેમાંથી ૨૬૬ નંગ દારૂ ની બોટલ નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ ભરેલી મોટરકાર કબજે કરીને આરોપી ની શોધખોળ હાથ ધરી છે.
જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું ની સૂચના થી પોલીસ સબ ઇન્સ. અને તેમનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન બાતમી મળી હતી કે જામનગર નજીક ના મોરકંડા ગામ પાસે થી દારૂ ભરેલી મોટર કાર પસાર થનાર છે. આથી પોલીસ સ્ટાફ દ્વારા વોચ ગોઠવવા માં આવી હતી.
દરમિયાન જી જે - ૧ - આર પી - ૪૪૪૭ નંબર ની હુંડાઈ વર્ના મોટર કાર શંકાસ્પદ હાલતમાં પસાર થતા પોલીસ દ્વારા તેને આંતરવાનો પ્રયાસ થયો હતો. પરંતુ પોલીસ ને જોઈ ને કાર નો ચાલક કાર છોડીને નાસી છૂટયો હતો. આ પછી પોલીસ દ્વારા મોટર કારની તલાશી લેવામાં આવતા તેમાંથી ૨૬૬ નંગ દારૂ ની બોટલ નો જથ્થો મળી આવ્યો હતો .આથી પોલીસે રૂપિયા ૧ લાખ ૩૩ હજાર ની કિંમત નો દારૂ અને સાત લાખ ની કીમત મોટર કાર કબ્જે કરી તેના અજાણ્યા ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.