જામનગરના સિટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના દલિત મહોલ્લા વિસ્તારમાં પોલીસ તંત્ર દવારા વિષેશ બેઠક યોજાઇ

જામનગર,તા.25 નવેમ્બર 2022,શુક્રવાર

જામનગરના સિટી એ.ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં દલિત મહોલ્લા વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી, અને તમામ નાગરિકો સાથે બેઠકનો દોર યોજ્યો હતો.

આગામી વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચના મુજબ તથા ના.પો. અધિ. વરૂણ વસાવાના માર્ગદર્શન મુજબ સીટી એ ડીવી.પોલિસ સ્ટેશનના પી.આઇ એમ.બી.ગજ્જર દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ દલિત મોહલ્લા ૧, બાઈની વાડી ( ચૂનાનો ભઠ્ઠો ) ૨, હર્ષદ મીલની ચાલી-મહાવીર નગર ૩, પટણીવાડ પાછળ ચમાર વાસ ૪, વાઘેરવાડો બાલમંદિર પાસે-વાલ્મીકિ વાસ દલિત મોહલાની મુલાકાત લેવામાં આવી હતી.

આ વિસ્તારના આગેવાનોને મળીને મીટીંગ લેવામાં આવી હતી, તેમજ ઉપરોક્ત વિસ્તારમાં બીએસએફના અધિકારી તથા જવાનો સાથે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યુ છે.

આ ફુટ પેટ્રોલિંગ તથા દલિત મોહલ્લા મુલાકાતમાં સીટી એ.ડિવિઝનના પી.આઈ. એમ.બી.ગજજર, પી.એસ.આઈ. બી.એસ.વાળા, વી.આર.ગામેતી, અને સીટી એ. ડિવિઝનના ડીસ્ટાફ તથા પોલીસ સ્ટેશનના સ્ટાફ તથા બી.એસ.એફ. અધિકારી તથા જવાનો દ્વારા ગઈકાલે બપોરે ૧.૩૦ થી ૪.૦૦ દરમિયાન કરવામાં આવ્યુ હતું.

City News

Sports

RECENT NEWS