જામનગરમાં ગોલાની લારી ચલાવતો શખ્સ સોપારી વેચતા પકડાયો
જામનગર તા ૧૬ મે 2020 શનિવાર
જામનગરમાં હવાઈ ચોક વિસ્તારમાં રહેતો અને ગોલાની લારી ચલાવતો એક શખ્સ ગઈકાલે સોપારીનો જથ્થો લઈને વેચાણ કરવા માટે નીકળતા પોલીસે પકડી પાડયો છે અને તેની સામે ગુનો નોંધ્યો છે.
આ ફરિયાદ અંગેના બનાવવાની વિગત એવી છે કે, જામનગરમાં હવાઈ ચોક ભાનુશાળી વાડ શેરી નંબર 3માં રહેતો અને ગોલાની લારી ચલાવતો આશિષ પ્રકાશભાઈ નંદા નામનો શખ્સ ગઈકાલે હવાઈ ચોક વિસ્તારમાંથી એક કિલો જેટલી સોપારીનો જથ્થો લઈને વેચાણ કરવા માટેની પેરવી કરતાં પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો.
સીટી એ ડીવીઝન પોલીસે તેની ધરપકડ કરી લઇ સોપારીનો જથ્થો કબ્જે કર્યો છે. અને તેની સામે જાહેરનામાનો ભંગ બદલ ગુનો નોંધ્યો છે.