જામજોધપુરના સત્તાપર ગામમાંથી વરલી મટકાનું નેટવર્ક ચલાવી રહેલો એક શખ્સ પકડાયો: અન્ય બે ના નામ ખુલ્યા
જામનગર, તા. 21 એપ્રિલ 2023 શુક્રવાર
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સત્તાપર ગામમાં રહેતા અને કડિયા કામ કરતા એક શખ્સ ને જાહેરમાં વરલી મટકાનું નેટવર્ક ચલાવવા અંગે પોલીસ ઝડપી લીધો છે, અને તેની પાસેથી વરલીનું સાહિત્ય કબજે કર્યું છે, જયારે વરલી ના આંકડા ની કપાત કરનારા સત્તાપર અને રાણા કંડોરણા ગામના બે શખ્સોને ફરારી જાહેર કરાયા છે.
આ દરોડા ની વિગત એવી છે કે જામજોધપુર પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલને ચોક્કસ બાતમી મળી હતી કે જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં રહેતો અને કડિયા કામ કરતો લખમણ ઉર્ફે લખો મનજીભાઈ વાઘેલા, કે જે વરલી મટકા નું નેટવર્ક ચલાવી રહ્યો છે, જે બાતમીના આધારે લખમણ વાઘેલાને ઝડપી લીધો છે, અને તેની પાસેથી રૂપિયા ૧૦,૬૩૦ ની રોકડ રકમ અને વરલી મટકા ના આંકડા લખેલી કાપલી, વગેરે સહિતનું સાહિત્ય કબજે કર્યું છે.
પોલીસની પૂછપરછ દરમિયાન પોતે વરલી મટકા ના આંકડા ની કપાત સતાપર ગામના વેજાભાઈ પરમાર તેમજ રાણા કંડોરણાં ગામના દેવાભાઈ પુજાભાઈ રબારી પાસે કપાત કરતો હોવાથી પોલીસ તે બંનેને ફરારી જાહેર કરીશું શોધખોળ હાથ ધરી છે.