જામનગરના ગણેશ વાસ વિસ્તારમાં થૂંકવા જેવી સામાન્ય બાબતમાં દલિત યુવાન પર છરી વડે હુમલો કરી હડધૂત કરાયો
જામનગર, તા. 19 માર્ચ 2023 રવિવાર
જામનગરમાં ગણેશવાસ વિસ્તારમાં રહેતા એકદંતા જેવી સામાન્ય બાબતમાં એક શખ્સે છરી વડે હુમલો કરી સમાજમાં હલકા પાડવા માટે હડધૂત કરાયાની ફરિયાદ નોંધાવાઈ છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરના ગણેશવાસ વિસ્તારમાં રહેતા દિલીપ કાંતિભાઈ પડાયા નામના ૧૮ વર્ષના દલિત યુવાનને હોળીના દિવસે થુકવા જેવી સામાન્ય બાબતમાં સુમરા ચાલી વિસ્તારમાં રહેતા ભૂરો બોદુભાઈ ખફી સાથે તકરાર થઈ હતી, જેનું મન દુઃખ રાખીને ભૂરા નામના શખ્સે ગઈકાલે આવીને દલિત યુવાનને ગાળો ભાંડી સમાજમાં હલકા પાડવા માટે હડધુત કર્યો હતો, અને તેના પર છરી વડે હુમલો કર્યો હતો.
જે મામલો પોલીસ મથકમાં લઈ જવાયો છે. પોલીસે આરોપી ભુરા ખફી સામે એસ્ટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.