Get The App

ધ્રોળ નજીક વાંકિયા ગામ પાસે કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં જામનગરનું દંપત્તિ ગંભીર સ્વરૂપે ઘાયલ

Updated: Nov 11th, 2023

GS TEAM


Google News
Google News
ધ્રોળ નજીક વાંકિયા ગામ પાસે કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં જામનગરનું દંપત્તિ ગંભીર સ્વરૂપે ઘાયલ 1 - image


જામનગર તા ૧૧, નવેમ્બર શનિવાર 

જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં વાંકીયા ગામ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં બાઈક સવાર જામનગરના દંપત્તિને નાની મોટી ઈજા થઈ છે. ધ્રોળ પોલીસે કારચાલક સામે ગુનો નોંધ્યો છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગુલાબ નગર નજિક રવિપાર્ક સોસાયટીમાં રહેતા નટવરલાલભાઈ ચાવડા (ઉ.વ.૬૦) અને તેમના પત્ની જોસના બેન નટવરલાલ ચાવડા (૫૬ વર્ષ) કે જેઓ પોતાના જી.જે.૧૦ વી.ડી. ૭૯૮૪નંબરના બાઈક પર બેસીને જામનગર થી ધોળ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન વાંકીયા ગામના પાટીયા પાસે આવી રહેલી જી.જે. -૩ કે.એચ ૦૭૬૧ નંબરની કારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો.

જે અકસ્માતમાં દંપત્તિને ફેક્ચર સહિતની નાની મોટી ઈજા થઈ હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અકસ્માતના બનાવ અંગે જશુબેન ચાવડાએ કાર ચાલક સામે ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે અકસ્માત સર્જી ને ભાગી છુટેલા કાર ચાલકની શોધ ખોળ હાથ ધરી છે.

Tags :