Get The App

જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં એક પ્રૌઢને જાહેરમાં ડંકી સાથે બાંધી માર મારનાર બે શખ્સો સામે ગુનો નોંધાયો

Updated: Nov 11th, 2023

GS TEAM


Google News
Google News
જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં એક પ્રૌઢને જાહેરમાં ડંકી સાથે બાંધી માર મારનાર બે શખ્સો સામે ગુનો નોંધાયો 1 - image


જામનગર, તા. 11 નવેમ્બર 2023, શનિવાર

જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં એક પ્રૌઢને જાહેરમાં બાંધીને માર મારવામાં આવ્યો હતો, જેના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. ત્યારબાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને માર મારનાર બે શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરના બર્ધનચોક વિસ્તારમાં ગઈકાલે બપોરના સમયે ૫૫ વર્ષની વયના એક બુઝુર્ગ ને જાહેરમાં પ્લાસ્ટિકની દોરી વડે લોખંડની ડંકી સાથે બાંધી દેવાયા હતા. ત્યારબાદ તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.

જે અંગેનો વિડીયો અને ફોટા વાયરલ થયા હતા, ત્યારબાદ તંત્ર પ્રગટ થયું હતું. જે ફોટા અને વિડીયો ના આધારે દરબારગઢ પોલીસ સ્ટેશન ના પોલીસ હેડ કોન્સ્ટેબલ ગોરધનભાઈ વાલજીભાઈ ચાવડા જાતે ફરિયાદી  બન્યા હતા, અને જાહેરમાં માર માર્યો છે, અને તેઓના કપડાના વર્ણન ના આધારે બંને હુમલાખોર ની શોધખોળ હાથ ધરી છે.


Tags :