Jamnagar

જામનગરમાં શરૂ સેક્શન રોડ પર ગઈ રાત્રે આહીર બુઝુર્ગ પર છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવનાર આરોપી સામે ગુનો નોંધાયો

By GS TEAM
25 Jun 20262 mins read
TukuTouch Logo
જામનગરમાં જૂની અદાવતમાં વૃદ્ધની હત્યાનો સનસનાટીભર્યો બનાવ બન્યો છે. ખોડિયાર કોલોની વિસ્તારમાં 24 જૂનના રોજ રાત્રે 9 વાગ્યે દેવાયતભાઈ વારોતરીયા પોતાના ઘર બહાર ખાટલામાં બેઠા હતા. ત્યારે પાડોશી સાગર વસરાએ છરીના ઘા ઝીંકી તેમની હત્યા કરી હતી. 112 પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી. દેવાયતભાઈને હોસ્પિટલ ખસેડાયા, જ્યાં તેમને મૃત જાહેર કરાયા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં શરૂ સેક્શન રોડ પર ગઈ રાત્રે આહીર બુઝુર્ગ પર છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવનાર આરોપી સામે ગુનો નોંધાયો

Jamnagar Crime : જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં જૂની અદાવતના કારણે એક બુઝુર્ગની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ જામનગરના ફીયોનીકા સોસાયટી, ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતા રાજુ વજશીભાઈ વારોતરીયાએ સીટી ‘સી’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ તેમના દાદા દેવાયતભાઈ રાયસીભાઈ વારોતરીયા સાથે અગાઉ પડોશમાં રહેતા સાગર મારખીભાઈ વસશને જૂના મનદુઃખ અને બોલાચાલીના બનાવો હતા. આરોપી અવારનવાર દાદાની મશ્કરી કરતો હોવાથી અગાઉ પણ બંને પક્ષ વચ્ચે વિવાદ થયો હતો.
ગત 24 જૂનના રોજ રાત્રે આશરે 9 વાગ્યે દેવાયતભાઈ પોતાના ઘરની બહાર ખાટલામાં બેઠા હતા ત્યારે આરોપી સાગર મારખીભાઈ વસરા ત્યાં આવી પહોંચ્યો હતો. તે દરમિયાન આરોપીએ પોતાની પાસે રહેલી છરી વડે દેવાયતભાઈ પર આડેધડ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. પરિવારજનો દોડી આવતા આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ફરિયાદી રાજુભાઈએ તેનો પીછો કરીને પકડી લીધો હતો, પરંતુ આસપાસના લોકોએ પોલીસને જાણ કરવાની સલાહ આપતા તેને છોડી દેવામાં આવ્યો હતો.
બનાવની જાણ થતા 112 પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. દેવાયતભાઈને તાત્કાલિક સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
આ બનાવ અંગે સીટી ‘સી’ ડિવિઝન પોલીસે આરોપી સાગર મારખીભાઈ વસશ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) તેમજ જી.પી. એક્ટ કલમ 135(1) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.