Get The App

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા 98 વર્ષીય વૃદ્ધ મહિલાનું પોતાના ઘેર બેશુદ્ધ બન્યા પછી અપમૃત્યુ

Updated: Jan 3rd, 2022

GS TEAM

Google News
Google News
જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા 98 વર્ષીય વૃદ્ધ મહિલાનું પોતાના ઘેર બેશુદ્ધ બન્યા પછી અપમૃત્યુ 1 - image

જામનગર, તા. 0૩ 

જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા 28 વર્ષીય વૃદ્ધ મહિલાનું પોતાના ગેર એકાએક બેશુદ્ધ બની ગયા પછી મૃત્યુ થયું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા માણેકબેન પ્રેમજીભાઈ પરમાર નામના 98 વર્ષીય વૃદ્ધ મહિલા કે જે ઓ ગઈકાલે રાત્રે પોતાના ઘેર સુઈ ગયા પછી વહેલી સવારે ઉઠાડતાં તેઓ ઉઠયા ન હતા, અને બેભાન હાલતમાં જણાયા હતા.

જેથી તેમને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કરાયું હતું.આ બનાવ અંગે રમાબેન ધીરજલાલ ચુડાસમાએ પોલીસને જાણ કરતાં સીટી બી ડિવિઝનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે.જેમનું હૃદય બંધ પડી જતાં મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક તારણ નીકળી રહ્યું છે.