જામનગર નજીક દરેડ વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમી રહેલા 8 શખ્સો પકડાયા
જામનગર,તા.29 ઓક્ટોબર 2023,શનિવાર
જામનગર વિસ્તારમાંથી જાહેરમાં ગંજી પાના વડે હારજીતનો જુગાર રમી રહેલા 8 શખ્સોની પોલીસે અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 11,640 ની રોકડ સહિતની માલમતા કબજે કરી છે.
જામનગરમાં ગંજીપાના વડે રોન પોલીસ નામનો જુગાર રમી રહેલા પવનસિંગ રતનસિંગ ઠાકોર, સોનુ ઉર્ફે અમિત ચોરસીયા વગેરે સહિત 8 શખ્સોની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 11,640 ની રોકડ રકમ તેમજ જુગારનો સામાન કબજે કર્યો છે.