જામનગર જિલ્લામાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં એકીસાથે 8,503 કેસોમાં થયું સમાધાન
Image Source: Freepik
- જિલ્લાની 24 અદાલતોમાં મુકાયેલા કેસોના સમાધાનના ભાગરૂપે 22 કરોડ 54 લાખમાં સેટલમેન્ટ થયું
જામનગર, તા. 10 સપ્ટેમ્બર 2023, રવિવાર
જામનગર જિલ્લામાં ગઈકાલે વર્ષ 2023ની બીજી લોક અદાલત યોજાઈ હતી અને સમગ્ર જિલ્લાની 24 જેટલી અદાલતોમાં સમાધાન માટે 25,239 થી વધુ કેસો મુકવામાં આવ્યા હતા. જેમાં 8, 503 કેસોમાં સમાધાન થયું હતું અને ફુલ 22 કરોડ 54 લાખનું સેટલમેન્ટ થયું છે.નાલ્સાના એક્શન પ્લાન મુજબ જામનગર જિલ્લામાં શનિવાર તા 9-9-2023ના રોજ વર્ષ 2023ની બીજી લોક અદાલત યોજાઇ હતી. જેમાં સમાધાન માટે કૂલ 25,239 કેસો મુકવામાં આવ્યા હતા જેમાં પ્રિ-લીટીગેશન ના 19,329 અગાઉના પેન્ડિંગ 2,423 કેસ જ્યારે સ્પેશિયલ સીટીંગના 3,487નો સમાવેશ થાય છે. જે પૈકી ગઈકાલે એકીસાથે 8,503 કેસોમાં સમાધાન થયું હતું. જામનગર જિલ્લાની કુલ 24 લોક અદાલતોમાં ગઈકાલે રૂબરૂ કાર્યવાહી કરવામાં આવી હતી. અને ફુલ 22,54,71,288 રૂપિયાના સેટલમેન્ટ થયા છે.