For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જામનગર સહિત 11 જિલ્લામાં 600 મહિલાઓ સાથે છેતરપિંડી

Updated: May 24th, 2023

Article Content Image

અમદાવાદનાં શખ્સને સાયબર ક્રાઈમની ટીમે ઝડપી લીધો છ આઝાદ ફાઉન્ડેશન નામે મહિલાઓને ઘરે બેઠા પૈસા કમાવાની લાલચ આપીને 3.11 લાખથી વધુની રકમ ખંખેરી હોવાનું ખુલ્યું

જામનગર, : જામનગર સહિત સમગ્ર ગુજરાત રાજ્યના 11 થી વધુ જિલ્લાઓમાં એન.જી.ઓ. સંસ્થાના નામે મહિલાઓનું ગ્પ બનાવી ૬૦૦ વધુ મહિલાઓ ને મહિને ગ્રહ ઉદ્યોગના માધ્યમથી 25થી 30 હજાર રૂપિયા કમાઈ દેવાની લાલચ આપી છેતરપીંડી કરનાર મૂળ ગીર સોમનાથ જિલ્લાના અને હાલ અમદાવાદમાં રહેતા શખ્સને સાયબર ક્રાઈમની ટીમે ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી છે. 

 જામનગરની સાઇબર ક્રાઇમ  ટિમેં ચિટિંગનો વધુ એક ગુનો શોધી કાઢયો છે. જેમાં જાણવા મળ્યા મુજબ મૂળ ગીર સોમનાથ જિલ્લાના સમોડા ગામનો વતની અને હાલ અમદાવાદમાં રહેતો મનસુખ રામાભાઇ જનકાંત કે જેણે આઝાદ ફાઉન્ડેશન નામની એન.જી.ઓ. સંસ્થા સોશિયલ મીડિયાના માધ્યમ પર બનાવી હતી, અને લઘુ ઉદ્યોગથી ઘર બેઠા કામ કરીને પૈસા કમાવવાની લાલચ આપી જામનગર- રાજકોટ સહિતના જુદા જુદા 11 જેટલા જિલ્લાઓમાં 600 જેટલી મહિલાઓનો ગ્પ બનાવ્યું હતું અને તેઓને ઘેર બેઠા દર મહિને ૨૫ થી ૩૦ હજાર રૂપિયા કમાવવાની લાલચ આપી હતી.

કેટલાક મહિલાઓને જિલ્લા કો ઓર્ડીનેટરના ખોટા હોદાઓ આપ્યા હતા, અને ધીમે ધીમે પૈસા ઉઘરાવવાનું શરૂ કર્યું હતું. સોશિયલ મીડિયાના માધ્યમથી પોતે મહિલાઓને લાલચા આપી સિવણની તાલીમ, તથા ધૂપ- અગરબત્તીની તાલીમ, ઓર્ગેનિક સાબુ બનાવવાની તેમજ બ્યુટી પાર્લરની તાલીમ આપવાની તેમજ ગ્રહ ઉદ્યોગ માટે કાચો માલ તથા જરૂરી સાધનો પૂરા પાડવા માટેની લાલચ આપી પૈસા ખંખેરવાનું શરૂ કર્યું હતું.  જેણે ૬૦૦થી વધુ મહિલા મેમ્બરો બનાવ્યા હતા, અને તેમની 500 રૂપિયા રજીસ્ટ્રેશન ફી રાખી હતી, જેણે જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, મોરબી, રાજકોટ સહિતના અલગ અલગ 11 જિલ્લાઓમાંથી 600  થી વધુ મહિલાઓને વોટસએપ ગ્પના માધ્યમથી જોડીને કુલ 3,11,500 ની રકમ પડાવી લીધી હતી, અને વધુને વધુ ગ્પ મેમ્બર બનાવતો હતો.

 પરંતુ કોઈ પણને કામ કે નોકરી મળી ન હોવાથી જામનગરની એક મહિલા દ્વારા આવી ફરિયાદ જામનગર સાઇબર ક્રાઇમ સેલની ટીમને કરવામાં આવી હતી. જેથી સાયબર ક્રાઇમ સેલની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર પી.પી. ઝા અને તેમનીટિમ ની ઊંડાણપૂર્વકની તપાસના આધારે આરોપી મનસુખ રામાભાઈ જનકાંતને ઝડપી લઈને વધુ પૂછ પરછ ચલાવવામાં આવી રહી છે.

આ ઉપરાંત  આરોપી કે જેની સામે જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ૨૦૧૪ ની સાલમાં સિટી સી.ના એક ગુનામાં સાત વર્ષની સજા ફટકારવામાં આવી હતી, અને કોર્ટ માં વારંવાર ગેરહાજર રહેતો હતો તે કેસમાં પણ તેની અટકાયત કરી લેવામાં આવી છે, અને વધુ પૂછપરછ ચલાવાઇ રહી છે.

Gujarat