Get The App

લાલપુર તાલુકાના સિંગચ ગામમાં રહેતા ૬૦ વર્ષના બુઝુર્ગનું બાથરૂમમાં પટકાઈ પડયા પછી અપમૃત્યુ

Updated: Nov 11th, 2023

GS TEAM


Google News
Google News
લાલપુર તાલુકાના સિંગચ ગામમાં રહેતા ૬૦ વર્ષના બુઝુર્ગનું બાથરૂમમાં પટકાઈ પડયા પછી અપમૃત્યુ 1 - image



જામનગર તા ૧૧, નવેમ્બર,શનિવાર  

જામનગર જિલ્લાના લાલપુર તાલુકા ના સિંગચ ગામમાં રહેતા ૬૦ વર્ષના બુઝુર્ગ પોતાના ઘેર બાથરૂમમાં પટકાઇ પડ્યા હતા. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા પછી તેઓનું મૃત્યુ નીપજ્યું હતું.


આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના સિંગચ ગામમાં રહેતા ગરીબનાથ છગનનાથ ગોસાઈ નામના ૬૦ વર્ષના બુઝુર્ગ કે જેઓને પોતાના ઘેર બાથરૂમમાં એકાએક ચક્કર આવતાં પટકાઈ પડ્યા હતા, અને બેશુદ્ધ બન્યા હતા. તેઓને ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામખંભાળિયા ની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ત્યાં ફરજ પરના તબીબે તેઓનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.


આ બનાવ અંગે મૃતક ના પુત્ર વિપુલનાથ ગરીબનાથ ગોસાઈએ પોલીસને જાણ કરતાં મેઘપર પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :