જામનગરની જી.જી.હોસ્પિટલમાં કોરોના સંક્રમિત 5 દર્દીઓની તબિયતમાં સુધારો થતા રજા અપાઈ
જામનગર, તા. 23 મે 2020 શનિવાર
જામનગરની સરકારી ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલ ના કોવિડ વોર્ડમાં કોરોના સંક્રમિત 16 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તે પૈકી વધુ પાંચ દર્દીઓએ કોરોનાવાયરસ સામેની લડતમાં જીત મેળવી છે, અને સાજા થઇ જતા રજા આપવામાં આવી છે. હાલ જી.જી.હોસ્પિટલ 11 દર્દી સારવાર હેઠળ છે.
જામનગરની જી.જી.હોસ્પિટલમાં કોરોનાવાયરસ ના કુલ 16 દર્દીઓ સારવાર હેઠળ હતા. જે પૈકી પાંચ દર્દીઓની તબિયતમાં સુધારો થતા આજે પાંચ ને રજા આપવામાં આવી છે અને તેઓને જુદી જુદી ફેસિલિટી સેન્ટરમાં મોકલી દેવામાં આવ્યા છે. ત્યાં પાંચ દિવસ માટે તેઓને ક્વૉરેન્ટાઈન કરીને રખાશે.
હાલ જી.જી.હોસ્પિટલમાં 11 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જે તમામની હાલત સુધારા પર છે અને એક પણ દર્દી વેન્ટીલેટર પર નથી.
જામનગર જિલ્લામાં કુલ 45 પોઝેટીવ કેસ નોંધાયા છે, જે પૈકી બે દર્દીના મૃત્યુ થયા છે. બાકીના 32 દર્દીઓ સાજા થઇ જતા રજા અપાઈ છે અને 11 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.