Get The App

જામનગર, કાલાવડ અને મેઘપરમાં જુગાર રમતી 12 મહિલા સહિત 43 ની અટકાયત

Updated: Sep 18th, 2023

GS TEAM


Google News
Google News
જામનગર, કાલાવડ અને મેઘપરમાં જુગાર રમતી 12 મહિલા સહિત 43 ની અટકાયત 1 - image

 

જામનગર,તા.18 સપ્ટેમ્બર 2023,સોમવાર

જામનગર શહેર તેમજ કાલાવડ અને મેઘપરમાં પોલીસે જુગાર અંગેના જુદા જુદા સ્થળો પર વધુ સાત દરોડા પાડયા છે. જેમાં નસીબ અજમાવી રહેલા 12 મહિલા સહિત 43 જુગારીઓની ધરપકડ કરી હતી. તેમજ તેઓ પાસેથી રૂા.89 હજાર જેટલી રોકડ મતા કબ્જે કરી છે.    

જામનગરમાં ઈન્દિરા સોસાયટી શેરી નંબર 9માં આવેલા રંગોલી ટેનામેન્ટ પાસે જાહેરમાં જુગાર રમી રહેલા નેહાબેન કેતનભાઈ ભટી, મીનાબેન વશરામભાઈ પરમાર, ગીતાબેન ગિરીશભાઈ સોલંકી, ભારતીબેન દીપકભાઈ સોલંકી, મંજુલાબેન રણછોડભાઈ સોલંકી, કુસુમબેન ભરતભાઈ છાંટબાર અને કવિતાબેન મનોજભાઈ ખીમાણી નામની સાત મહિલાઓની પોલીસે અટકાયત કરી તેઓ પાસેથી રોકડ રૂા.12,150 કબ્જે કર્યા હતા. 

જ્યારે શહેરના રામેશ્વરનગરમાં આવેલ વિનાયક પાર્કમાં મધુરમ્ રેસિડેન્સી પાસે જાહેરમાં જુગાર રમતા પારસ રામજીભાઈ ડગરા, ભાવેશ રાજુભાઈ ચૌહાણ, અતુલ ભોજાભાઈ એરંડિયા, નામોરી મેઘજીભાઈ ડગરા તથા દામજીભાઈ નાથાભાઈ દફડા સહિત પાંચ શખ્સોની પોલીસે અટકાયત કરી તેમની પાસેથી રોકડ રૂા.36,360 કબ્જે કર્યા હતા.

આ ઉપરાંત શહેરના ગાંધીનગર વિસ્તારમાં ગંગેશ્વર મંદિર પાસે જાહેરમાં જુગાર રમતી હસીનાબેન નૂરમામદ શેખ, કલ્પનાબેન ધર્મેન્દ્રભાઈ કાતરાણી, સાનિયાબેન ઈબ્રાહિમ શેખ, શીતલબા કનકસિંહ જાડેજા, રાજેશ્વરીબા વિજયસિંહ ઝાલા, ચિરાગ નાથાભાઈ કારેણા અને સાલેમામદ હુશેનભાઈ શેખ સહિત સાત શખ્સોની અટકાયત કરી તેમની પાસેથી રોકડ રૂા.5770 કબ્જે કર્યા હતા. 

જ્યારે કાલાવડ ખાતે મ્યુનિસિપલ હાઈસ્કૂલ પાસે જાહેરમાં જુગાર રમતા સહદેવ મનોજભાઈ સોલંકી, સાહિલ નરેશભાઈ કાંજીયા અને પ્રકાશ ચમનભાઈ પરમાર નામના ત્રણ શખ્સોની પોલીસે 1740ની રોકડ સાથે અટકાયત કરી હતી.

તેમજ કાલાવડના મોટા વડાળા ગામે આવેલા બાબુભાઈ દેવીપુજકના ઝુંપડાના ખુલ્લા ફળીયામાં જુગાર રમી રહેલા વિશાલ રમેશ સાડમીયા, જેરામ ગગજીભાઈ સાડમીયા, બાબુભાઈ પોપટભાઈ સાડમીયા અને શામજી શીવાભાઈ વાઘેલા સહિત ચાર શખ્સોની પોલીસે અટકાયત કરી તેમની પાસેથી રોકડ રૂા.1700 કબ્જે કર્યા હતા.

તેમજ જામનગર તાલુકાના મેઘપર ગામે બાપા સિતારામની મઢુલી આગળ જાહેરમાં જુગાર રમતા અજય પરસોતમભાઈ શાહ, રામચંદ્રભાઈ અગ્રપ્રસાદ ચૌધરી, જયપ્રકાશ રાજેન્દ્ર શાહ, કનૈયાલાલ રામનરેશ નિશાત, પ્રકાશકુમાર કલંદરપ્રસાદ શાહ, રામજીભાઈ મુરલીભાઈ શાહ, રાજુભાઈ પખડુભાઈ શાહ, સોનુ રાજકુમાર ગુપ્તા, લાલનકુમાર હરગોવિંદ મહંતો, નરોતમ શંભુભાઈ શાહ, શંકર રામચંદ્ર નિશાદ, કચ્છી બચાનુ રામચંદ્રન શાહ અને શિવધારી બાબુ યાદવ સહિત 13 શખ્સોની અટકાયત કરી તેમની પાસેથી રોકડ રૂા.25,100 કબ્જે કર્યા હતા. 

જ્યારે શહેરના પાણાખાણ વિસ્તારમાં શેરી નંબર 1માં જાહેરમાં જુગાર રમતા અકબરભાઈ મામદભાઈ હરિપરિયા, રમેશ લાલજીભાઈ જોગલ, ભોલાભાઇ સુકારીભાઈ ચૌધરી અને આકાશભાઈ રઘુવીરભાઈ રાઠોડ સહિત ચાર શખ્સોની અટકાયત કરી તેમની પાસેથી રોકડ રૂા.6360 કબ્જે કરવામાં આવ્યા હતા.

Tags :