Get The App

જામનગરમાં ગોકુલધામ સોસાયટીમાં રહેતા દંપતી સહિતના ચાર શખ્સોએ પોતાની માતા, બહેન અને ભાઈ-ભાભીને ધોકા પાઈપ વડે માર માર્યાની ફરિયાદ

Updated: Apr 12th, 2024

GS TEAM

Google News
Google News
જામનગરમાં ગોકુલધામ સોસાયટીમાં રહેતા દંપતી સહિતના ચાર શખ્સોએ પોતાની માતા, બહેન અને ભાઈ-ભાભીને ધોકા પાઈપ વડે માર માર્યાની ફરિયાદ 1 - image


Crime News Jamnagar : જામનગર નજીકના દરેડ વિસ્તારમાં રહેતા કોળી પરિવાર વચ્ચે મકાનમાંથી સામાન કાઢવાના પ્રશ્ને ડખો થયો હતો, અને એક દંપત્તી સહિતના ચાર શખ્સોએ પોતાના જ માતા, ભાઈ-ભાભી અને બહેન સહિત ચાર વ્યક્તિ પર હુમલો કરી દીધાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે. ઇજાગ્રસ્તોને જીજી હોસ્પિટલમાં સારવાર લેવી પડી છે.

 આ હુમલાના બનાવની વિગત એવી છે કે જામનગરમાં નજીક ગોકુલધામ સોસાયટીમાં રહેતી જ્યોત્સનાબેન જગદીશભાઈ લીંબડ નામની 38 વર્ષની મહિલાએ પોતાના ઉપર તેમજ પોતાના પતિ જગદીશભાઈ ઉપરાંત પોતાના સાસુ અને નણંદ સહિત ચાર વ્યક્તિ પર લોખંડના પાઇપ, કપડાં ધોવાના ધોકા વગેરે વડે હુમલો કરી દઈ ઇજા પહોંચાડવા અંગે પોતાના દિયર ડોલર મંગાભાઈ તેની પત્ની ક્રિષ્નાબેન તેમજ ક્રિષ્નાબેનના પરિવારના જ્યોતનાબેન ખોડુભાઈ રાંધલપરા અને યોગેશ ખોડુભાઇ રાંદલપરા સામે ફરિયાદ નોંધાવી છે.

 ફરિયાદી જે મકાનમાં રહેતા હતા, તે મકાન વેચી નાખ્યું હતું, જે આરોપી ડોલરે ખરીદ કર્યું હતું, અને તેમાં જ્યોતનાબેન વગેરેનો સામાન પડેલો હતો. જે સામાન કાઢવા જતાં ઉપરોક્ત તમામ આરોપીઓ ઉસકેરાઈ ગયા હતા, અને પોતાના જ ભાઈ-ભાભી-માતા-બહેન વગેરે પર હુમલો કરી દીધો હતો.

 જે ઈજાગ્રસ્તોને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં જ્યોત્સનાબેનને માથામાં ટાંકા લેવા પડ્યા છે. આ બનાવ મામલે સીટીસી ડિવિઝનનો પોલીસ સ્ટાફ વધુ તપાસ ચલાવે છે.

Tags :