Get The App

જૂની અદાવતનું મનદુઃખ રાખીને ત્રણ યુવાનો પર ચાર શખ્સોનો હુમલો: સિટી-એ ડિવિઝનનો પોલીસ કાફલો દોડતો થયો

Updated: Nov 11th, 2023

GS TEAM


Google News
Google News
જૂની અદાવતનું મનદુઃખ રાખીને ત્રણ યુવાનો પર ચાર શખ્સોનો હુમલો: સિટી-એ ડિવિઝનનો પોલીસ કાફલો દોડતો થયો 1 - image


જામનગર તા ૧૧, નવેમ્બર 2023, શનિવાર 

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાડવા જેવી બાબતનું મન દુઃખ રાખીને ત્રણ યુવાનો પર ચાર શખ્સોએ લોખંડના પાઇપ અને સોડાબાટલી ના ઘા કરી ને હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે. આ બનાવ પછી સીટી એ. ડિવિઝનનો પોલીસ કાફલો દોડતો થયો હતો.

જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ ૫૮ વિસ્તારમાં જૂની અદાવત કારણભૂત રાખી ને ત્રણ લોકો પર હુમલો થયો હતો.

જે ઘટના ની જાણ થતા સિટી-એ ડિવિઝન સર્વેલન્સ સ્કવોડ ના પીએસઆઇ બી.એસ.વાળા સહિત સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા.

જે હુમલામાં ઈજાગ્રસ્ત મહાવીરસિંહ ભીખુભા રાઠોડ (ઉ.વ.૧૯), રણજીતસિંહ કનુભા સોઢા (ઉ.વ.૨૭) અને અર્જુનસિંહ સતુભા જાડેજા (ઉ.વ.૧૯) ને તાત્કાલિક સારવાર અર્થે જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

પોલીસ કાફ્લો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો હતો. હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા મહાવીર સિંહ રાઠોડ ની ફરિયાદના આધારે વિશાલપુરી જીતેન્દ્રપુરી ગોસ્વામી, ધર્મેન્દ્ર સિંહ ભીખુભા, મિલન માધવજીભાઈ અને અમિત ઉર્ફે અનિયો વગેરે ચાર શખ્સો સામે સીસીટીવી કેમેરા લગાડવા જેવી સામાન્ય બાબતમાં તકરાર કરી લોખંડના પાઇપ અને સોડા બાટલી ના ઘા કર્યા ની ફરિયા પોલીસમાં નોંધાવાઇ છે. ચારેય હુમલાખોરો ભાગી છુટ્યા હોવાથી પોલીસ તેઓને શોધી રહી છે.

Tags :