ધ્રોળમાં એક રહેણાંક મકાનમાંથી 35 બોટલ ઈંગ્લીશ દારૂ મળી આવ્યો
Liquor in Jamnagar : જામનગર જિલ્લાના ધ્રોળ ખાતે ગાયત્રીનગરમાં રહેતો એક શખ્સ દારૂનું વેચાણ કરી રહયો હોય તેવી બાતીમના આધારે પોલીસે તેના રહેણાંક મકાનમાં દરોડો પાડયો હતો. જયાં મકાનમાંથી 35 બોટલ ઈંગ્લીશ દારૂ મળી આવ્યો હતો. જેથી મુદામાલ સાથે આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે દારૂ સપ્લાય કરનાર એક શખ્સને ફરાર જાહેર કરવામાં આવ્યો છે.
ધ્રોળ ખાતે ગાયત્રીનગરમાં રહેતો તેમજ ડ્રાઈવીંગનો ધંધો કરતો છગન ઉર્ફે ભૂરો વિહાભાઈ બાંભવા નામનો યુવાન દારૂનું વેચાણ કરી રહયો છે તેવી બાતમીના આધારે પોલીસે તેમના રહેણાંક મકાનમાં દરોડો પાડયો હતો. જ્યાં સ્થળ પરથી રૂ.17,500ની કિંમતની 35 બોટલ ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે મુદામાલ સાથે આરોપી છગન ઉર્ફે ભૂરા બાંભવાની ધરપકડ કરી છે. જ્યારે દારૂનો જથ્થો સપ્લાય કરનાર વાંકાનેરનો રહેવાસી કિશન નામના શખ્સને ફરાર જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.