Get The App

જામનગર નજીક લાખાબાવળ વિસ્તારમાં આવેલા દાનિશ બંગલોમાં અડધી રાત્રે ત્રણ લૂંટારુઓ ત્રાટકયા

Updated: Oct 15th, 2023

GS TEAM


Google News
Google News
જામનગર નજીક લાખાબાવળ વિસ્તારમાં આવેલા દાનિશ બંગલોમાં અડધી રાત્રે ત્રણ લૂંટારુઓ ત્રાટકયા 1 - image


Image Source: Freepik

- કારખાનેદાર પ્રૌઢ ના માથામાં પથ્થર મારી સોનાના ચેઇન-રોકડ રકમ અને ઘડિયાળ સહિતની માલમત્તાની લૂંટ ચલાવી ભાગી છૂટ્યા

- કારખાનેદાર પ્રૌઢને માથામાં ઇજા થઈ હોવાથી 15 ટાંકા લેવા પડ્યા: પોલીસ દ્વારા લૂંટારૂઓને પકડવા કોમ્બિંગ કરાયું

 જામનગર, 15 ઓક્ટોબર 2023, રવિવાર

જામનગર નજીક લાખાબાવળ ગામમાં આવેલા ધાનિશ બંગલોમાં ગઈ રાત્રે ત્રણેક વાગ્યાના અરસામાં ત્રણ લૂંટારુઓ ત્રાટકયા હતા, અને બંગલામાં હાજર રહેલા કારખાનેદાર ના માથા પર પથ્થર મારી હુમલો કરી દીધો હતો, અને માથું ફોડી નાખ્યું હતું.

જેથી 15 ટકા ટાંકા લેવા પડ્યા હતા, દરમિયાન કારખાનેદાર વેપારીના ગળામાંથી સોનાના ચેઇન, ઘડિયાળ અને રોકડ રકમ સહિત રૂપિયા અડધા લાખની માલમતાની લૂંટ ચલાવી ભાગી છુટયા હતા. જે લૂંટારોઓને પકડવા માટે પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાં ધાનિશ બંગલો નંબર 10માં રહેતા અને દરરોજ વિસ્તારમાં કારખાનું ધરાવતા જયદીપભાઇ મનસુખભાઈ ગોરેચા નામના 58 વર્ષના કારખાનેદાર, કે જેઓ ગત શુક્રવારની રાત્રિના ત્રણેય વાગ્યાના અરસામાં પોતાના બંગલામાં સુતા હતા. જે દરમિયાન ત્રણ અજાણ્યા લૂંટારુઓ બંગલામાં ઘૂસી આવ્યા હતા.

તેઓનો અવાજ થવાથી જયદીપભાઇ જાગી ગયા હતા, અને તેઓએ પડકાર કરતાં ચોરી લૂંટ ના ઇરાદે ઘરમાં ઘુસી આવેલા લૂંટારૂઓએ તેમના માથામાં પથ્થર વડે હુમલો કરી દીધો હતો, જેથી તેઓ લોહી લૂહાણ થયા હતા. અને માથામાં 15 ટાંકા લેવા પડ્યા છે.

ત્યારબાદ જયદીપભાઇના ગળામાંથી સોનાના ચેઇન ની લૂંટ ચલાવી હતી. ઉપરાંત ઘરમાં રાખેલા લેપટોપના થેલામાંથી રૂપિયા 25,000ની રોકડ રકમ અને પાંચ નંગ ટાઈટન કંપનીની ઘડિયાળ વગેરે સહિત રૂપિયા 48,000ની માલમતા ની લૂંટ ચલાવી ભાગી છૂટ્યા હતા.

ઉપરોકત લુંટના બનાવ અંગે જયદીપભાઈ એ પોલીસને જાણ કરતાં પંચકોશી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને લૂંટારુઓ ને પકડવા માટે કોમ્બિંગ હાથ ધર્યું છે.

Tags :