જામનગર શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ વધુ 24 ઢોરને પકડી લેવાયા
જામનગર,તા.24 નવેમ્બર 2022,ગુરૂવાર
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાફિકને અડચણ રૂપ હોય તેવા ઢોરને પકડી લઇ ઢોરના ડબ્બામાં મૂકવાની કામગીરી અવિરત ચાલુ રખાઇ છે જેના ભાગરૂપે ગઈકાલે વધુ ૨૪ ઢોરને પકડી લેવાયા છે, અને ઢોરના ડબ્બામાં મૂકી દેવાયા છે.
શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ભટકતા ઢોરોનો ત્રાસ દૂર કરવા જામનગર મહાનગરપાલિકા દ્વારા શરુ થયેલ ઝુંબેશ અંતર્ગત ગઇકાલે ગુલાબ નગર, હાપા રોડ, શાંતિવન વિસ્તારમાંથી ૨૪ ઢોરોને પકડવામાં આવેલ. ચાલુ વર્ષે કુલ ૨૪૦૦ જેટલા ઢોરોને પકડવામાં આવેલ છે અને કુલ-૭૪પ ઢોરોને અમદાવાદ સ્થિત શ્રી ગોપાલ કૃષ્ણ જન કલ્યાણ સેવા ટ્રસ્ટ, પાંજરાપોળ ખાતે મોકલી દેવામાં આવેલ છે.