જામનગર જિલ્લામા લોક ડાઉન-3ના પ્રથમ દિવસે વધુ 22 એફઆઈઆર દાખલ કરાઈ
જામનગર, તા.5 મે 2020, મંગળવાર
જામનગર જિલ્લામા લોક ડાઉન-1 અને લોક ડાઉન-2 પછી ગઈકાલથી લોક ડાઉન-3ની અમલવારી શરૂ થઈ ગઈ છે. ત્યારે શહેર અને જિલ્લામા વિના કારણે ઘરથી બહાર નીકળનારા અને લોક ડાઉનનો ભંગ કરનારાઓ સામે વધુ 22 એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. જે પૈકી 14 શખ્સોની અટકાયત કરી લેવામાં આવી છે.
જામનગર શહેર અને જિલ્લામાં ગઇકાલથી લોક ડાઉન-3નો અમલ શરૂ થઇ ગયો છે અને ગ્રીન ઝોન જાહેર કરાયો છે. પરંતુ વિના કારણે ઘરમાંથી બહાર નીકળનારા અને લોક ડાઉનનો ઉલ્લંઘન કરનાર સામે પોલીસ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે.
ગઈકાલે પોલીસ તંત્ર દ્વારા જિલ્લામાં વધુ 22 એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 1,772 ફરીયાદ દાખલ થઇ છે જે પૈકી કુલ 1,291 લોકોની અટકાયત કરી લેવામાં આવી છે.