જામનગરમાં કોરોના વાયરસના વધુ 2 વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ
- બહારગામથી આવેલા અને સમરસ હોસ્ટેલના રખાયેલા 2 પુરુષ દર્દીઓના રીપોર્ટ પોઝીટીવ આવતાં જી જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા
- જી જી હોસ્પિટલમા સારવાર લઈ રહેલા કોરોના સંક્રમિત વધુ 2 દર્દીઓ સાજા થતા રજા અપાઈ: હાલ 11 દર્દી સારવાર હેઠળ*
જામનગર, તા.19 મે 2020, મંગળવાર
જામનગર શહેરમાં ગઇકાલે એક બાળકના કોરોનાવાયરસનો પોઝીટીવ રિપોર્ટ આવ્યા પછી આજે વધુ બે પોઝીટીવ રીપોર્ટ આવતાં વહીવટી તંત્રની દોડધામ વધી છે. બહારગામથી આવેલા અને સમરસ હોસ્ટેલમાં રખાયેલા 2 પુરુષ દર્દીઓના રીપોર્ટ પોઝીટીવ મળ્યા હોવાથી તેઓને તાત્કાલીક અસરથી જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા છે.
જ્યારે અન્ય બે પુરુષ દર્દીઓ જીંદગીનો જંગ જીતી જતાં હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. કુલ 25 દર્દીઓ સાજા થયા છે. હાલ જી.જી.હોસ્પિટલમાં 11 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.