જામનગરના બે યુવાનો સાથે લોભામણી સ્કીમના બહાને રૂપિયા 16.76 લાખની છેતરપિંડી: રાજકોટના શખ્સ સામે ફરિયાદ
image : Freepik
જામનગર,તા.16 સપ્ટેમ્બર 2023,શનિવાર
જામનગરના બે યુવાનોને લોભામણી સ્કીમના નામે છેતરી લેવાયા છે અને રૂપિયા 16,76,389 જેટલી રકમના ખોટા વાયદાઓ કરી પરત નહી આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા અંગે રાજકોટના એક શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે, કે જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતા મોહમ્મદ હુસેન ભટ્ટી નામના 32 વર્ષના યુવાને પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી રૂપિયા 14,76,379 ની રકમ પરત નહીં આપી છેતરપિંડી કરવા અંગે તેમજ ફેજલ નામના અન્ય એક યુવાન સાથે પણ રૂપિયા બે લાખની છેતરપીડી કરવા અંગે રાજકોટના જીતેન્દ્ર રામકૃષ્ણ ત્રિવેદી નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી યુવાન તથા આરોપી જીતેન્દ્રએ લલચામણી સ્કીમની લાલચ આપી અલગ અલગ સમયે 30,40,479 જેટલી રકમ મેળવી લીધી હતી.
જે પૈકી ફરિયાદી યુવાનને 5,64,379 ની રકમ પરત કરી હતી, બાકીની રકમ તેમજ ફૈઝલની બે લાખની રકમ નહીં આપી શકતાં આખરે મામલો સીટી એ.ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને રાજકોટના શખ્સ સામે ફરિયાદ નોંધાવાઇ છે.