Get The App

જામનગરની મેડિકલ કોલેજને દાનમાં મળેલા 15 મૃતદેહોની જામનગરના આદર્શ સ્મશાનમાં શાસ્ત્રોક્ત વિધિથી અંતિમ વિધિ કરાઈ

Updated: Jan 31st, 2022

GS TEAM

Google News
Google News
જામનગરની મેડિકલ કોલેજને દાનમાં મળેલા 15 મૃતદેહોની જામનગરના આદર્શ સ્મશાનમાં શાસ્ત્રોક્ત વિધિથી અંતિમ વિધિ કરાઈ 1 - image

જામનગર, તા. 31

જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજને સમગ્ર સૌરાષ્ટ્ર ભરમાંથી મળેલા મૃતદેહોની જામનગરના આદર્શ સ્મશાનના આજે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર અંતિમ વિધિ કરવામાં આવી હતી, અને મેડિકલ કોલેજના એનોટોમી વિભાગના તબીબો, અન્ય સ્ટાફ ઉપરાંત આદર્શ સ્મશાન ની ટિમ વગેરે દ્વારા મૃતદેહોને લાકડાના માધ્યમથી અગ્નિ સંસ્કાર આપી અંતિમવિધિ કરી લેવાઈ હતી, અને તમામ મૃતકોની આત્માને શાંતિ પાઠવવામાં આવી હતી.

જામનગરના એમ.પી.શાહ ગવર્મેન્ટ મેડીકલ કોલેજના એનાટોમી વિભાગ દ્વારા દેહ દાનમાં મળેલા 15 જેટલા મૃતદેહોનું વિધિવત્ આર્ય વિધિ પ્રમાણે આદર્શ સ્મશાનમાં આજે સોમવારે સવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

આ તકે એનાટોમી ડિપાર્ટમેન્ટના વડા ડો. મિત્તલ પટેલ, ડો.દિલપ ગોહિલ, ડો.બાલકૃષ્ણ ઠુંમર,ડો.જીગ્નેશ વડગામા,ડો.અંકિત અધ્વર્યું, ડો. વિજય કણજારીયા,ડો.કૌશલ ઝવેરી,ડો.ધવલ તલસાણીયા,

તેમજ એનાટોમી વિભાગના સમગ્ર ટેકનિકલ અને નોન ટીચિંગ સ્ટાફ તેમજ આર્ય સમાજ માંથી ધવલભાઇ બરછા અને વિશ્વાસ ભાઈ ઠક્કર ઉપરાંત આદર્શ સ્મશાન માંથી દર્શન ઠક્કર ની રાહબરી હેઠળ સ્મશાનના કર્મચારીઓ દ્વારા ૧૫ જેટલા મૃતદેહો ના શાસ્ત્રોક્ત વિધિ અનુસાર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, અને મૃતકોના આત્માને શાંતિ પાઠવાઈ હતી.