જામનગર: 13 વર્ષની કિશોરીએ રમતા રમતા જંતુનાશક દવાના ટીકડા ખાઇ લેતા મોત નીપજ્યુ
જામનગર, તા. 14 મે 2020 ગુરૂવાર
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ધરમપુર ગામમાં રહેતી 13 વર્ષની એક કિશોરીએ પોતાના ઘેર રમતા રમતા જંતુનાશક દવાના ટીકડા ખાઇ લેતા ઝેરી અસર થવાથી તેનું મૃત્યુ નીપજયું છે.
આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના ધરમપુર ગામમાં રહેતી રવિનાબેન ધાનાભાઇ કરમુર નામની 13 વર્ષની કિશોરીએ ગઈકાલે પોતાના ઘેર ઘઉમાં રાખવાના જંતુનાશક દવાના ટિકડા ખાઈ લેતા તેણીને વિપરીત અસર થઈ હતી અને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજયું છે.
આ બનાવ અંગે મૃતકના પિતા દાનાભાઈ ભીખાભાઈ કરમુરએ પોલીસને જાણ કરતા લાલપુર પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
મૃતક કિશોરી પોતાના ઘરે એકલી હતી અને માતા-પિતા બહાર ગયા હતા. દરમિયાન પાછળથી તેણીને ભૂખ લાગતાં બિસ્કીટ ખાવાની સાથે-સાથે જંતુનાશક દવા ના ટિકડા પણ ખાઈ લીધા હતા.