Get The App

જૂનમાં મંત્રણા પડી ભાંગ્યા પછી ઝેલેન્સ્કી રશિયા સાથે ફરી વાટાઘાટો માટે તૈયાર

Updated: Jul 21st, 2025

GS TEAM

Google News
Google News
જૂનમાં મંત્રણા પડી ભાંગ્યા પછી ઝેલેન્સ્કી રશિયા સાથે ફરી વાટાઘાટો માટે તૈયાર 1 - image


યુક્રેનની ડીફેન્સ કાઉન્સીલનાં મહામંત્રી ઉમેરૉવ આગામી સપ્તાહે રશિયન પ્રતિનિધિઓ સાથે મંત્રણા કરે તેવી શક્યતા

કીવ: આગામી સપ્તાહે રશિયા સાથે શાંતિ-મંત્રણા ફરી શરૂ કરવા યુક્રેને પ્રસ્તાવ મુક્યો છે. આ માહિતી આપતાં અલ્-જાઝીરા જણાવે છે કે યુક્રેનના પ્રમુખ વોલોડીમીર ઝેલેન્સ્કીએ શનિવારે નિશ્ચિત રૂપે કહ્યું હતું કે યુક્રેનની ડીફેન્સ કાઉન્સીલના મહામંત્રી રૂસ્તેમ ઉમેરોવે આગામી સપ્તાહે રશિયન પ્રતિનિધિઓ સાથે મંત્રણા કરવા પ્રસ્તાવ મુક્યો છે. યુદ્ધ વિરામ કરવા માટે બધું જ કરી છૂટવું જોઈએ શનિવારે સાંજે દેશને સંબોધીને કરેલાં ટીવી સંબોધનમાં ઝેલેન્સ્કીએ આ પ્રમાણે કહ્યું હતું.

રશિયનોએ નિર્ણય લેવામાં છુપાવું ન જોઈએ તેમ કહેતાં ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે તેઓ પુતિન સાથે રૂબરૂમાં મળવા પણ તૈયાર છે. આ સાથે વધુમાં કહ્યું હતું કે નેતૃત્વસ્તરે જ મંત્રણા થાય તે શાંતિ સ્થાપવા માટે લાંબા સમયની શાંતિ માટે અનિવાર્ય છે.

જોકે રશિયા તરફથી કોઈ તત્કાળ પ્રતિભાવ આપવામાં આવ્યો ન હતો.

અલ્ જાઝીરા વધુમાં જણાવે છે કે પૂર્વ સંરક્ષણ મંત્રી ઉમેરૉવને ગત સપ્તાહે નેશનલ ડીફેન્સ એન્ડ સિક્યુરીટી કાઉન્સીલના મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓને મંત્રણા માટે વધુ સત્તાઓ પણ આપવામાં આવી હતી. ગત વર્ષે તુર્કીયેમાં યોજાયેલા મંત્રણાના બે દોર વખતે તેઓએ જ યુક્રેનના પ્રતિનિધિ મંડળનું કાર્ય કર્યું હતું. પરંતુ તેમાં ખાસ કૈં સફળતા મળી ન હતી, સિવાય કે યુદ્ધ કેદીઓની અદલા-બદલી આ મંત્રણાઓ દરમિયાન રશિયાએ કેટલીક કઠોર માગણીઓ કરી હતી. જે યુક્રેનને સ્વીકાર્ય ન હતી જે માગણીઓમાં રશિયાએ ૪ વિસ્તારો માગ્યા હતા. અને કહ્યું હતું કે વાસ્તવમાં તે વિસ્તારો અમારા જ હતા. સાથે યુક્રેનને પશ્ચિમનો સાથ છોડવા પણ પણ કહ્યું આ માગણીઓ યુક્રેનને સ્વીકાર્ય ન હતી તેથી મંત્રણા પડી ભાંગી પડી.

બીજી તરફ ક્રેમ્લીનના પ્રવક્તા દીમીત્રી પેસ્કોવે શુક્રવારે કહ્યું હતું કે મોસ્કો ઝેલેન્સ્કીના પ્રસ્તાવ સાથે સહમત છે. શાંતિ પ્રયાસોને વધુ પુષ્ટિ આપવી જ જોઈએ.

રશિયાનાં વલણમાં થયેલા આ ફેરફારનાં કારણ અંગે ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા સાથે સુમેળભર્યો અભિગમ દર્શાવવા સાથે રશિયા ઉપર દબાણ પણ શરૂ કરતાં કહ્યું હતું કે જો ૫૦ દિવસમાં યુદ્ધ વિરામ નહીં કરો તો રશિયા ઉપર ૧૦૦ ટકા ટેરિફ લાદીશ. પછી તેઓએ યુક્રેનને શસ્ત્રો આપવાનો નિર્ણય કર્યો તેથી યુક્રેન શાંતિ મંત્રણામાંથી ખસી ગયું હતું. પરંતુ હવે ફરીથી શાંતિ મંત્રણા માટે તૈયાર થયું છે.

Tags :