Get The App

ઝેલેંસ્કીએ પુતિનના હેલિકોપ્ટર પર ડ્રોન હુમલો કરવાનો આદેશ આપ્યો હતો, રશિયાએ મોટો દાવો કર્યો

Updated: May 25th, 2025

GS TEAM


Google News
Google News
ઝેલેંસ્કીએ પુતિનના હેલિકોપ્ટર પર ડ્રોન હુમલો કરવાનો આદેશ આપ્યો હતો, રશિયાએ મોટો દાવો કર્યો 1 - image


Drone attack on Putin's helicopter : પુતિનની આ અઠવાડિયામાં કુર્સ્ક મુલાકાત દરમિયાન તેમના હેલિકોપ્ટર પર ડ્રોન હુમલો થયો હોવાનું સામે આવ્યું હતું. રશિયન હવાઈ સંરક્ષણે રાષ્ટ્રપતિ પુતિનની સુરક્ષા સુનિશ્ચિત કરી છે. પુતિનના હેલિકોપ્ટર પર ડ્રોન હુમલાને લઈને આજે રવિવારે (25 મે, 2025) રશિયાએ એક મોટો આરોપ લગાવ્યો છે કે, 'યુક્રેને રાષ્ટ્રપતિ પુતિનના હેલિકોપ્ટર પર ડ્રોન હુમલો કર્યો છે.'

યુક્રેન પર અત્યારસુધીનો સૌથી મોટો ડ્રોન-મિસાઈલ હુમલો

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ક્યારેક સીઝફાયર માટે તૈયાર થાય છે. જ્યારે ક્યારેક યુક્રેન પર એક સાથે ડ્રોન હુમલો કરી બેસે છે. રશિયન સેનાએ ગત શનિવારે (24 મે) રાત્રે યુક્રેન પર અત્યારસુધીનો સૌથી મોટો ડ્રોન અને મિસાઈલ હુમલાને અંજામ આપ્યું હતું. જ્યારે બંને દેશો વચ્ચે બંધકોની અદલા-બદલી કરવામાં આવી તેના એક દિવસ પછી હુમલો થયો હતો. 

પુતિન માનવતાના ધોરણે બે વાર યુદ્ધવિરામની જાહેરાત કરી ચૂક્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત વિશ્વભરના દેશો રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધવિરામ લાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. શનિવારે કરવામાં આવેલા ડ્રોન હુમલામાં રશિયાએ રાજધાની કિવ સહિત યુક્રેનના મોટા ભાગોને નિશાન બનાવ્યા હતા. ઓડેસા બંદર પર રશિયન મિસાઇલથી યુક્રેનિયન જહાજ ડૂબી ગયું છે. 

આ પણ વાંચો: રશિયાનો યુક્રેન પર સૌથી મોટો હુમલો, 367 ડ્રોન અને મિસાઈલ છોડ્યા, 13 લોકોના મોત

રશિયાનો આરોપ છે કે, જહાજ દારૂગોળોથી ભરેલું હતું. મળતી માહિતી મુજબ, રશિયાના હવાઈ હુમલાથી ઓછામાં ઓછા 12 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાનું જણાય છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પર યુદ્ધવિરામને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણ વધી રહ્યું છે. આ દરમિયાન રશિયાએ યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી મોટો અને ઘાતક હવાઈ હુમલો કર્યો છે. 


Tags :