Get The App

યુક્રેનના ચીફ ઓફ આર્મી સ્ટાફનું ઝેલેંસ્કીએ રાજીનામુ લઇ લીધુ, કથિત ભ્રષ્ટાચારની તપાસ થશે

યેરમાકને ઝેલેંસ્કીના ખૂબજ વિશ્વાસપાત્ર માણસોમાં ગણવામાં આવતા હતા.

ભ્રષ્ટાચારના આરોપમાં ટોચના અનેક અધિકારીઓને રાજીનામાની ફરજ પડી

Updated: Nov 29th, 2025

GS TEAM

Google News
Google News
યુક્રેનના ચીફ ઓફ આર્મી સ્ટાફનું ઝેલેંસ્કીએ રાજીનામુ લઇ લીધુ, કથિત ભ્રષ્ટાચારની તપાસ થશે 1 - image

કીવ,૨૯ નવેમ્બર,૨૦૨૫,શનિવાર 

યુક્રેનની સંગઠિત આર્મી મહાસત્તા રશિયાને યુદ્ધના મોરચે લાંબા સમયથી ટક્કર આપી રહી છે પરંતુ યુક્રેનની સેનામાં પણ સત્તાની સાઠમારી જોવા મળી રહી છે પરિણામ સ્વરુપ યુક્રેની સેના પ્રમુખ વે યેરમાકે રાજીનામું આપી દીધું છે. પ્રાપ્ત માહિતી અનુસાર યુક્રેની સત્તાના ગલિયારામાં પણ ભ્રષ્ટાચાર ઝડપથી ફેલાતો જાય છે. પરિણામ સ્વરુપ ટોચના અધિકારીઓએ રાજીનામુ આપવું પડયું છે જેમાં રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેંસ્કીના ચીફ ઓફ આર્મી સ્ટાફનો પણ સમાવેશ થાય છે. ઝેલેંસ્કી દ્વારા યેરમાકના ઉતરાધિકારી પસંદ કરવા માટે ચર્ચા અને બેઠકોનો તબક્કો પણ શરુ થયો છે. 

આ પહેલા નેશનલ એન્ટી કરપ્શન વિભાગ દ્વારા યેરમાકની સાથે જોડાયેલા સ્થળોની તપાસ કરવામાં આવી રહી છે. એક સમયે યેરમાકને ઝેલેંસ્કીના ખૂબજ વિશ્વાસપાત્ર માણસોમાં ગણવામાં આવતા હતા. યેરમાકને વ્યાપક રીતે નીતિ વિષયક અને સંવેદનશીલ મામલામાં રાષ્ટ્રપતિ જેટલો જ પ્રભાવ અને મહત્વ ધરાવતા હતા. રશિયાના આક્રમણ દરમિયાન યુક્રેન સરકારે ચીફ ઓફ આર્મી સ્ટાફને મુખ્ય વાર્તાકાર તરીકે પસંદ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે અમેરિકા તરફથી યુક્રેન યુધ્ધમાં પ્રસ્તાવિત શાંતિ યોજનામાં ઉચ્ચ સ્તરીય વાર્તા કરવા માટે જિનિવામાં ભાગ પણ લીધો હતો. એક યુક્રેની મીડિયા કેન્દ્રના જણાવ્યા અનુસાર યેરમાકના રાજીનામાનો આનાથી વધારે ખરાબ સમય હોઇ શકે નહી.