India vs Bangladesh News : બાંગ્લાદેશની અંતરિમ સરકારના મુખ્ય સલાહકાર, મોહમ્મદ યુનુસ ચીન જવાના છે. મહત્વની વાત તે છે કે પોતાની સૌથી પહેલી વિદેશયાત્રા માટે ચીનને પસંદ કરી યુનુસ વિશ્વને અને ખાસ કરીને ભારતને અને અમેરિકાને શો સંદેશો આપવા માગે છે.
ઉલ્લેખનીય તો તે છે કે પહેલા ઢાકાએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મોહમ્મદ યુનુસની મુલાકાત માટે સમય માંગ્યો હતો. ત્યાં અચાનક ભારતયાત્રા કાપી નાખી. યુનુસે ચીન જવા નિર્ણય કરી લીધો છે. આ અચાનક ''પલટા'' અંગે પત્રકારોએ ઉચ્ચ સરકારી અધિકારીઓને પૂછયું ત્યારે તેઓને કોઈ જવાબ આપવામાં આવ્યો નહીં.
યુનુસ શુક્રવારે શી જિનપિંગને મળશે. શનિવારે ઢાકા પાછા ફરશે. દરમિયાન ઘણી બેઠકોમાં ઉપસ્થિત રહેશે. ઘણી સમજૂતીઓ પર હસ્તાક્ષર કરશે.
જિનપિંગ સાથેની મંત્રણામાં રોહીંગ્યાઓનો પણ મુદ્દો ઉઠવા સંભવ છે. ચીને આ પૂર્વે રોહીં૯ગ્યાઓના મુદ્દે બાંગ્લાદેશ અને મ્યાનમાર વચ્ચે ઉભા થયેલા વિવાદમાં ચીને મધ્યસ્થિની ભૂમિકા નિભાવી હતી.
બાંગ્લાદેશમાં લઘુમતિઓના મુદ્દે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે તંગદિલી વધી છે. ત્યારે યુનુસની ચીનની મુલાકાત ધ્યાન ખેંચે છે. બાંગ્લાદેશમાં ચીન ''ફ્રેન્ડશિપ હોસ્પિટલ'' પણ રચવાનું છે તેવા અહેવાલો છે.
બાંગ્લાદેશ પદભ્રષ્ટ કરાયેલા પુર્વ વડાપ્રધાન શેખ હસીનાનું ભારત પાસે પ્રત્યાર્પણ ઈચ્છે છે. તના ઉપર કેસો છે પરંતુ રાજકીય નેતા તરીકે શેખ હસીનાને ભારતમાં ''રાજ્યશ્રય'' લીધો હોવાથી અંતર-રાષ્ટ્રીય પ્રમાણે જ ભારત તેઓનું પ્રત્યાર્પણ કરવાને બંધાયેલું નથી.
એવું મનાય છે કે આગામી સપ્તાહે બેંગકોંકમાં ''બિમ્સટેક'' (બંગાળના ઉપરાગર દેશોની બહુ ક્ષેત્રીય ટેકનીકલ અને આર્થિક સહયોગ જુથ)નાં શિખર સંમેલનમાં વડાપ્રધાન મોદી અને યુનુસ વચ્ચે મંત્રણા યોજવા ઢાકાએ ભારત સમક્ષ પ્રસ્તાવ મુક્યો છે પરંતુ ભારતે તેના કોઈ જવાબ આપ્યો નથી.


