Get The App

VIDEO: ટ્રમ્પે જયોર્જીયા મેલોનીને કહ્યું- 'તમે તો એક સુંદર યુવતી છો, તેમ કહું તો માઠું ન લગાડતાં'

Updated: Oct 14th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: ટ્રમ્પે જયોર્જીયા મેલોનીને કહ્યું- 'તમે તો એક સુંદર યુવતી છો, તેમ કહું તો માઠું ન લગાડતાં' 1 - image

- ગાઝા-સમિટ સમયે સ્ટેજ પર જ્યોર્જીયા એક માત્ર મહિલા હતાં, 30 વિશ્વ નેતાઓની હાજરીમાં ટ્રમ્પે આમ કહેતાં જ્યોર્જીયાએ માત્ર સ્મિત કર્યું

Trump statement on Meloni: સિનાઈ દ્વિપકલ્પ સ્થિત ઈજીપ્તના સી-રીસોર્ટ શર્મ-અલ-શેખમાં ચાલી રહેલી ગાઝા શાંતિ શિખર પરિષદમાં વિશ્વના 30 જેટલા નેતાઓ ઉપસ્થિત હતા. તેમની વચ્ચે સ્ટેજ પર ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જીયા મેલોની એક માત્ર મહિલા હતા.

આ મંત્રણા પછી ધી ટ્રમ્પ ડેકલેરેશન ફોર એન્ડયોટિંગ પીસ એન્ડ પ્રોબેસિટી ઉપર વિશ્વના 30 જેટલા અગ્રણીઓએ હસ્તાક્ષરો કર્યા. ઇઝરાયલી અને પેલેસ્ટાઇની નેતાઓએ સર્વ પ્રથમ હસ્તાક્ષરો કર્યા હોય તે સહજ છે.

આ પછી ૩૦ જેટલા વૈશ્વિક નેતાઓની ઉપસ્થિતિમાં ટ્રમ્પે ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જીયા મેલોની ની ભારો ભાર પ્રશંસા કરી હતી સાથે કહ્યું હતું કે, 'મેલોની એક અતિ સુંદર યુવતી છે. આ પછી મેલોનીની નજીક જઈ તેઓએ કહ્યું, મેં તમોને અતિ-સુંદર યુવતી કહ્યાં તેથી તમોને માઠું તો નથી લાગ્યું ને ? મેં તેમ એટલા માટે કહ્યું હતું કે તમો સુંદર યુવતી છો જ.'

આ સંવાદ સાંભળી નજીક ઉભેલા નેતાઓ આશ્ચર્ય મૂઢ થઈ ગયા હતા પરંતુ જ્યોર્જીયા મેલોનીએ તો માત્ર સ્મિત સાથે તે પ્રશંસાનો પ્રતિભાવ આપ્યો હતો.