Get The App

ટોક્યોનું અનોખું મસલ ગર્લ્સબાર જયાં યુવતીઓ બોડી બિલ્ડર બનવા આવે છે

હાથના આંગળાની મજબુતાઇ માટે સખ્તાઇથી સંતરાને મસેડે છે

દરરોજ ૧૦૦ જેટલી યુવતીઓ બોડી ફિટનેસ માટે આવે છે

Updated: Nov 25th, 2025

GS TEAM

Google News
Google News
ટોક્યોનું  અનોખું મસલ ગર્લ્સબાર જયાં યુવતીઓ બોડી બિલ્ડર બનવા આવે છે 1 - image

ટોક્યો, 25 નવેમ્બર,2025, મંગળવાર

ટોક્યોમાં મસલ ગર્લ્સબાર લોકોનું ખૂબ ધ્યાન ખેંચી રહયું છે. જયાં યુવતીઓ બોડી બિલ્ડર બનવા માટે આવે છે. આ અનોખા બારમાં મહિલાઓ ફિટનેસ માટે પરસેવો પાડે છે. બાર આખી રાત ખુલ્લું રહેતું હોવાથી નાઇટ લાઇફ ફિટનેસ બાર તરીકે જાણીતું છે. યુવતીઓ પોતાના સાવ જુદા જ અંદાજમાં પોતાની શારીરિક અને માનસિક તાકાતનું પ્રદર્શન કરતી નજરે ચડે છે. હાથના આંગળાની મજબુતાઇ માટે સખ્તાઇથી સંતરાને મસેડે છે તો કયારેક પુલ અપ,બેન્ચ પ્રેસ અને પોલ ડાન્સિંગ કરે છે. આ મસલ ગર્લ્સબાર જાપાનમાં મહિલાઓ માટે જોવા મળતી પરંપરાગત માન્યતાને પડકાર ફેંકે છે.

છેલ્લા ૫ વર્ષથી ચાલતા મસલ ગર્લ્સબારમાં દરરોજ ૧૦૦ જેટલી યુવતીઓ બોડી ફિટનેસ માટે આવે છે. યુવતીઓના કરતબ અને અંગ કસરતનું ૮૦ મીનિટનું પરફોર્મન્સ જોવા ૩૫૦૦ રુપિયાની રકમ ચુકવવી પડે છે. આ બાર નાઇટ લાઇફ જીવવા ઇચ્છતી અને ફિટનેસ માટે સજાગ રહેતી યુવતીઓ માટે વરદાનરુપ સાબીત થયું છે. મસલ બારમાં ટોક્યો થીમ આધારિત ખાણી પીણી અને રેસ્ટોરન્ટસ પણ છે. નાસ્તાના સબ્સિક્રપ્શન બોકસ તથા બારનો સમાવેશ થાય છે. મસલ બાર ઇકેબુકેરો સ્ટેશન નજીકની એક ઇમારતના ભોંયરામાં આવેલું છે.

ટોક્યોનું  અનોખું મસલ ગર્લ્સબાર જયાં યુવતીઓ બોડી બિલ્ડર બનવા આવે છે 2 - image

આ બારના પ્રશંસકો બોડી પોઝિટિવિટી વધારનારુ ગણે છે. વિકસિત દેશોની વાત કરીએ તો મહિલાઓમાં સામાન્ય કરતા ઓછું વજનએ જાપાનની મોટી સમસ્યા રહી છે. ખાસ કરીને પુખ્ત મહિલાઓ પોતાના બોડી માસ ઇન્ડેક્ષ (બીએમઆઇ) કરતા ઓછું વજન ધરાવે છે. આના માટે જાપાની સંસ્કૃતિમાં ઓછા વજન માટે મહિલાઓની ઘેલછા પણ જવાબદાર છે. બારમાં કરતબ કરતી મસલ ગર્લ્સ  જાપાની સમાજમાં એક અલગ જ છબી રજુ કરી રહી છે. આ મસલ ગર્લ્સબારમાં ૩૦ જેટલી મહિલાઓ ટ્રેનિંગ આપવાનું કામ કરે છે. 

ટોક્યોના આ ગર્લ્સબારને લોકપ્રિય બનાવવામાં સોશિયલ મીડિયાનો ખૂબ મોટો ફાળો છે. ટોકયોમાં ફરવા અને રોકાવા આવતી વિદેશી પ્રવાસીઓ પણ ગ્રાહક બનીને આવે છે. જાપાનમાં આ પ્રકારના બારની લોકપ્રિયતા ફેશન અને ફિટનેસના પરંપરાગત માપદંડોમાં ફેરફાર શઇ રહયો છે તેવું સુચવે છે.મોટા ભાગની મસલ ગર્લ્સ યુવતીઓ બોડી બિલ્ડિંગ કોમ્પિટિશન જીતવા ઇચ્છે છે. ઉલ્લેખનીય છે કે જાપાનમાં બોડી બિલ્ડિંગ પ્રતિયોગિતા ખૂબજ ઝડપથી લોકપ્રિય થઇ રહી છે. આ મહિલાઓ એક નાના સમૂહમાં કેદ રહેવાના સ્થાને પરંપરાગત વિચારસરણી તોડીને એક નવી જ તરાહ ઉભી કરવા માંગે છે.

ટોક્યોનું  અનોખું મસલ ગર્લ્સબાર જયાં યુવતીઓ બોડી બિલ્ડર બનવા આવે છે 3 - image